ભારત દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવા માટે પોતાની જાનની પરવા કર્યા વિના દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઋણ ચુકવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા નિર્ણય કરાયો.
સ્વાતંત્ર્ય સેનાની અને તેમના ૧ સહાયકને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નિ:શુલ્ક પ્રવેશ આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે .મુખ્ય વહીવટદાર સ્ટેચ્યુ ઓફ યુનિટીકેવડીયાઅને કલેકટર નર્મદા ના મનોજ કોઠારી ના જણાવ્યા અનુસાર ગુલામ ભારતને સ્વતંત્રતા અપાવવા તેમજ સમગ્ર ભારતને એકતાંતણે બાંધનાર એવા સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલી આપવા માટે કેવડીયા પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે.આ પ્રતિમાં આજે દેશની એકતાથી વિશ્વની એકતાનું પ્રતિક બની છે.
પ્રતિમાં સ્થળે સરદાર વલ્લભભાઇ પટેલની સાથે-સાથે અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્રારા દેશની આઝાદીની લડતમાં આપેલ બલીદાનનો મહિમાં પણ વર્ણવેલ છે. આ પવિત્ર સ્થળની મુલાકાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ ટિકીટ ખરીદીને પરીસરની મુલાકાત લેતા હોય છે.
સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા દેશ માટે અપાયેલ બલીદાનની આપુર્તિ કદાપી કરી ના શકાય પરંતુ એક સુક્ષ્મ પ્રયાસના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ગાંધીનગર તરફથી મળેલ સુચના મુજબ મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પ્રતિમા પરિસર જ્યારથી ખુલ્લુ મુકાય તે દિવસથી આવા સન્માનનિય સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ તેમની સાથેના એક સહાયકને નિ:શુલ્ક પ્રવેશ આપવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ વ્યવસ્થા માત્ર ઓફલાઈન ટીકીટ પૂરતી જ રહેશે. સ્વાતંત્ર્ય સેનાની દ્વારા તેઓશ્રીને સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ ઓળખ પત્રની ઝેરોક્ષ નકલ રજુ કર્યા બાદ ફ્રી ટીકીટ ઈસ્યુ થશે. તેઓની સાથે આવતા તેમના ૧ પરિવારજન (સહાયક)નાં ઓળખપત્રની નકલ રજુ કર્યા બાદ ફ્રી ટીકીટ ઈસ્યુ થશે. સ્વાતંત્ર્ય સેનાનીને આપવામાં આવતી ટિકીટ પર ફ્રીડમ ફાઇટર લખાયેલ હશે.તેમજ સહાયકની આપવામાં આવતી ટિકીટ પર ફ્રીડમ ફાઇટર એટેંડન્ટ લખાયેલ હશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા