અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને રાષ્ટ્રીય ડોક્ટર દિવસની શુભેચ્છા પાઠવતા અમદાવાદ કલેકટર શ્રી સંદીપ સાગલે

*અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને રાષ્ટ્રીય ડોક્ટર દિવસની શુભેચ્છા પાઠવતા અમદાવાદ કલેકટર શ્રી સંદીપ સાગલે*


અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં આજે ડોક્ટર્સ ડે ની ઉજવણીમાં જિલ્લા કલેકટર સંદીપ સાંગલે જોડાયા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડોક્ટર્સ ડે નિમિત્તે આઇ.એમ.એ. અને દેશના તમામ તબીબોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.

જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે એ અમદાવાદ સીવીલ હોસ્પીટલના અસ્મિતા ભવન ખાતે ના ઓડિટોરિયમ થી આ વીડિયો કોન્ફરન્સિંગ જોડાયા હતા.

કલેકટરશ્રીએ સિવિલ હોસ્પિટલના તમામ તબીબો નો કોરોના કાળમાં કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરી બદલ આવકાર્યા હતા અને તેમના જુસ્સાને બિરદાવ્યો હતો.

કલેકટરશ્રીએ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી.મોદીના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના કાળમાં કરવામાં આવેલી કામગીરી બદલ તમામ હેલ્થકેર વર્કર્સને અભિનંદન પાઠવ્યા હતા અને તમામની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.
………………..