મુખ્ય સમાચાર.

આજે દુર્ગાષ્ટમી: મહાગૌરીની પૂજાથી નિરાશા અને ચિંતામાંથી મુક્તિ મળશે*
સવારે 8.04 થી લઈ 9.30 સુધી દુર્ગાપૂજા, હવન માટે શ્રેષ્ઠ આઠમના દિવસે દેવી મહાગૌરીની આરાધના કરાય છે. એવું માનવામાં આવે છે કે દેવી રાહુ ગ્રહનું સંચાલન કરે છે. માતા દુર્ગાનું આઠમું રૂપ મહાગૌરીનું છે. તેમની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે.

*જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો યથાવત, 9 લાખની નોટ જપ્ત*
ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં સરકાર દ્વાર રદ કરવામાં આવેલી જૂની ચલણી નોટ મળવાનો સિલસિલો યથાવત છે. ગોધરાના છવડ ગમે પાસથી એસઓજીએ 9 લાખ 87 હજારની કિંમતની જુની ચલણી નોટ સાથે બે શખ્સોને ઝડપ્યા છે
*
*સુરતનો સોનાણી ટ્યૂશન ક્લાસ બન્યું જુગારધામ*
સુરત શહેરના કતારગામમાં સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. કતારગામ પોલીસે છાપો મારી ટ્યૂશન-સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળી 64,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી. ટ્યૂશન-સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડતો હતો પોલીસને બાતમી મળી હતી કે વી.એન. ગોધાણી સ્કૂલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યૂશન ક્લાસીસમાં જુગાર રમાય છે
*
*કોંગ્રેસે રૂપાણી અને ભાજપ સામે કરી ફરિયાદ*
કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના અવાજમાં મૂકવામા આવેલી કોલર ટયૂનને લઇને ચૂંટણી પંચને ફરિયાદ કરવામા આવી છે. ચૂંટણી સમયે કોલર ટ્યૂન મૂકતા કોંગ્રેસે ફરીયાદ કરી છે. જેમાં ભાજપ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ કરાઇ છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે
*
*અંબાજીની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન*
અંબાજીની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રોડ નિર્માણને લઈને મહત્વની જાહેરાત કરી. લાખણીથી થરાદ સુધીના 18 કિલો મીટરનો હાઈવે ફોર લેન બનશે
*
*સુરતના સમાજસેવી PVS તો કરોડપતિ નીકળ્યો*
સર્જન સોસાયટીમાં મોંઘોદાટ પ્લોટ, ઉનમાં 18 પ્લોટ, પીવીએસ શર્માના ત્રણ લોકર પૈકી બે ઓપરેટમાં કરવામાં આવ્યા છે જેમાંથી ગોલ્ડ, ડાયમંડ જ્વેલરી ઉપરાંત ચાંદી મળી છે. આ ઉપરાંત ઉનમાં 18 સહિત કુલ 20થી વધુ પ્લોટ સુરતમાં હોવાનું સામે આવ્યુ છે.એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે શાહ એન્ડ પ્રજાપતિ કંપનીમાં હાલના ડિરેકટર ધવલ શાહે પોતે આ કંપની કોની છે એ જાણતા નથી એમ જણાવતા અધિકારીઓ પણ ચોંક્યા છે.

*પાલ બ્રિજ પૂર્ણ કરવા માટે સ્થાયીની મંજૂરી*
સુરત પાલ-ઉમરા બ્રિજને પૂર્ણ કરવા અસરગ્રસ્તો સામે લાઇનદોરી અપનાવવી પડી છે. 10 લાખ લોકોના જાહેરહિત માટે આખરે લાઈનદોરીનો અમલ કરવા ટીપી વિભાગે કરેલી દરખાસ્તને વધારાના કામ તરીકે લાવી શુક્રવારની સ્થાયીએ મંજૂરી આપી દીધી છે.

*મંત્રી રૂપાલાએ ભાંગરો વાટ્યો*
કોરોનાગ્રસ્ત નરેશ કનોડિયાના મોતની અફવા, દીકરાએ કહ્યું-મારા પપ્પા સ્ટેબલ છે, રૂપાલાએ હિતુના વિડિયોની 45 મિનિટ પછી ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી, પછી ટ્વિટ ડિલિટ કરી

*પલ્લી નહીં યોજવાનો નિર્ણય લીધો*
રૂપાલમાં પલ્લીની પરંપરા આ વખતે નહીં જળવાય, રાજ્ય સરકારે કોરોના કાળમાં પલ્લી નહીં યોજવાનો નિર્ણય લીધો

*ગીરનાર રોપ-વેનું PM મોદી આજે ઈ-લોકાર્પણ કરશે*
એશિયાના સૌથી મોટા ગીરનાર રોપ-વેનું PM મોદી આજે ઈ-લોકાર્પણ કરશે, 7 મિનિટનું ભાડું 700 રૂપિયા, 5 કલાકનો સમય બચશે, દર કલાકે 800 દર્શનાર્થી મંદિર પહોંચશે

*મોદી રોપવેનું લોકાર્પણ કરે તે પહેલા અધિકારીઓએ ઉદ્દઘાટન કરી નાખ્યું*
ચેકિંગના બહાને અધિકારીઓ અને કર્મચારીઓ રોપવેની સફર કરી રહ્યા છે. સવારથી જ વહીવટી તંત્રનો સ્ટાફ રોપ-વેમાં સવારી કરી રહ્યો છે. મીડીયાને રોપવે સાઈટમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. અધિકારી અને કર્મચારીઓની રોપ વે સફર કવરેજ ન થાય તે માટે મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે. ઘણાખરા પદાધિકારીઓએ પણ રોપવેમાં સફર કરી હોવાની ચર્ચા હાલમા ચાલી રહી છે. આ અંગેના વીડિયો અન્ય કર્મચારીઓએ વાયરલ કર્યા છે. નોંધનિય કે પીએમ મોદી આ રોપ વે નું ઈ લોકારપ્ણ કરવાના છે. પરંતુ હવે વડાપ્રધાન અને મુખ્યમંત્રી માટે માત્ર નામનું ઉદ્ઘાટન રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
*
*લીગલની જગ્યાએ એ-4 કાગળના ઉપયોગ અંગે નિર્ણય કરોઃ હાઇકોર્ટ*
હાઇકોર્ટમાં પિટિશનો, સોગંદનામા તેમજ અન્ય દસ્તાવેજો લીગલ સાઇઝના કાગળનીની જગ્યાએ એ-૪ સાઇઝના કાગળમાં કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા હાઇકોર્ટની રજિસ્ટ્રી અને વહીવટી પાંખને ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે કર્યો છે. આ અંગેની જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે લીગલ સાઇઝના કાગળના ઉપયોગના કારણે અરજદારોના નાણા તેમજ પૈસાનો વ્યય થાય છે.
*
*અમદાવાદ રેલવે સ્ટેશનને પુનઃ વિકસાવવાનો નિર્ણય*
રેલવે જમીન વિકાસ સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડપ્રાપ્ત કરવા માટે સ્ટેશનના પુન: વિકાસના માટે વ્યવસાયિક અભ્યાસ, વિગતવાર માસ્ટર પ્લાનિંગ, અર્બન ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગ તથા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાનો રહેશે.
*
*મહિલાઓના સશક્તીકરણ માટે કેન્દ્ર કટિબદ્ધ: મોદી*
નવી દિલ્હી કોલકાતા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ દ્વારા આયોજિત દુર્ગા પૂજાની ઉજવણી નિમિત્તે કરેલા સંબોધનમાં મા દુર્ગાનું નામ લઈને દૃઢતાપૂર્વક કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર મા દુર્ગાનાં રૂપ મહિલાઓના સશક્તીકરણ માટે કટિબદ્ધ છે અને સતતપણે એ દિશામાં કાર્યરત્ છે.