સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા આવેલ આમ આદમી સાથે પોલીસ સાથે તુંતું મેમે…
સુરત મહાનગર પાલિકા સંચાલિક શિક્ષણ સમિતિની ચૂંટણી પરિણામ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે અનેક મતભેદો ઊભા થયા હતા અને હોબાળો મચ્યો હતો જેના લઈને આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર અને બે શિક્ષણ સમિતિના સભ્યો પર રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકા ની પ્રથમ સામાન્ય સભા દરમિયાન આમ આદમીના અટકાયત કરેલા કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યોને જામીન પણ મળી ગયા હતા. જેને લઇને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સુરત પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં માટે આવ્યા હતા તે દરમિયાન ઉમરા પોલીસના પી.આઇ એ અન્ય કોર્પોરેટરે બહાર બેસવા માટે જણાવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી…
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિના પરિણામ માં શાસક પક્ષ દ્વારા ગેરનીતિ થઇ હોવાનો આક્ષેપ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે શાસક પક્ષના દબાણથી સિક્યુરિટી ગાર્ડ દ્વારા એફ.આઈ.આર નોંધવામાં આવી હતી. જેમાં અમારી ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેઓને જામીન પણ મળી ગયા હતા. સોમવારે સામાન્ય સભામાં વિરોધ પક્ષ હાજર ન રહેવા દેવાના ઈરાદા થી સોમવારે તેઓની અટકાયત કરવામાં આવી હતી. અને વિરોધ પક્ષ હાજર ના હોય તો શાસક પક્ષ પોતાના ગેરરીતી થી એજન્ટા પાર પાડી શકે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે તેઓ દ્વારા પણ લાલગેટ પોલીસ સ્ટેશનમાં શાસક પક્ષ વિરુદ્ધ ફરિયાદ આપી છે તો પછી તેઓના વિરૂદ્ધ કેમ ગુનો નોંધવામાં આવ્યો નથી…