કોરોના વાયરસનો કહેર, ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ શૂટિંગ કેન્સલ કરવાનો છૂટ્યો આદેશ   Sureshvadher

કોરોના વાયરસનો કહેર તમામ પ્રકારના કામોને પ્રભાવિત કરી રહ્યો છે. હવે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને 15 માર્ચ રવિવારે આગામી 19 માર્ચથી 31 માર્ચ સુધી શૂટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશન (IMPPA) દ્વારા થયેલ મિટિંગમાં આ વિશે નિર્ણય લેવામા આવ્યો છે. તમને જણાવી દઇએ કે, હાલમાં દેશ અને દેશની બહાર ફિલ્મો અને ટીવી માટે શૂટિંગ થઇ રહ્યું છે. રવિવારે નિર્ણય લીધા બાદ તમામ લોકોને આગામી ત્રણ દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે જેથી તમામ લોકો શૂટિંગનું પેક અપ કરી શકે.

ટીવી અને વેબ સિરીઝના ચેરમેન જેડી મજેઠીયાએ કહ્યું,’દેશ, વિશ્વ, સમાજ, ફિલ્મ ઉદ્યોગ અને કામદારોના હિતમાં, ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતી તમામ સંસ્થાઓએ સાથે મળીને આ નિર્ણય લીધો છે કે ગુરુવાર 19 માર્ચથી 31 માર્ચ સુધીમાં ફિલ્મ, ટીવી, વેબ સિરીઝ અને અન્ય તમામ પ્રકારના શૂટિંગ આખા ભારતમાં બંધ રહેશે.’
મુંબઇમાં રવિવારે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિએશનનાં ઓફિસમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર તમામ પ્રકારની સંસ્થાઓએ સંયુક્ત રૂપે મિટિંગ કરી આ નિર્ણય લીધો કે, ગુરૂવારે 19 માર્ચથી 31 માર્ચ સુધઈ ફિલ્મ, ટીવી અને ડીઝીટલ પ્લેટફોર્મ માટે થનાર તમામ પ્રકારના શૂટિંગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે.

ઇન્ડિયન ફિલ્મ ટીવી ડાયરેક્ટર એસોશિએશનના ચેરમેન અશોક પંડિતે કહ્યું,’દુનિયાભરમાં કોરોના વાયરસનો હાહાકાર છે અને અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલ તમામ સંસ્થાઓ સાથે સંયુક્ત મિટિંગમાં લાંબી ચર્ચા કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો કે, 19 માર્ચથી 31 માર્ચ સુધી કોઇ પણ પ્લેટફોર્મની શૂટિંગ થશે નહી. પછી તે ભલે ફિલ્મ હોય, ટેલિવિઝન હોય અથવા પછી ડિઝિટલ પ્લેટફોર્મનું શૂટિંગ. તમામ પ્રકારના શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે. અમારા આ નિર્ણયમાં તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામેલ છે. પછી ભલે તે સાઉથ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી હોય અથવા કોઇ રિઝનલ સિનેમા સાથે સંકળાયેલ ઇન્ડસ્ટ્રી.’
Sureshvadher only news group
9712193266