મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના બાળકો-ભૂલકાંઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ : નાના ભૂલકાંઓને યુનિફોર્મથી મળશે આગવી ઓળખ

નવી શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રૂા. ૫ કરોડની પા… પા… પગલી યોજના અમલી બનાવવાનું કરાયેલું આયોજન
—————–

રાજપીપલા ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ૬ લાભાર્થી ભૂલકાંઓને પ્રતિક રૂપે બે જોડી યુનિફોર્મનું કરાયું વિતરણ
—————–
રૂા.૪૯.૬૩ લાખના ખર્ચે જિલ્લાની ૯૫૨ આંગણવાડી કેન્દ્રના ૧૯,૮૫૨ લાભાર્થી ભૂલકાંઓને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઘેર ઘેર જઇને યુનિફોર્મ વિતરણનો જિલ્લામાં થયેલો પ્રારંભ : બે-ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરાશે
—————–

રાજપીપલાતા 29

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ તેમજ વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવા, મહિલા અને બાળ કલ્યાણના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, મહિલા અને બાળ કલ્યાણના સચિવ અને કમિશનરશ્રી કે.કે. નિરાલા તેમજ નિયામક ડી.એન. મોદી વગેરેની ઉપસ્થિતિમાં ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓને યુનિફોર્મ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં નર્મદા જિલ્લા કલેકટરાલય ખાતે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા,

, જિલ્લા કલેકટરશ ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે વ્યાસ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાકુમારી પટેલ, આંગણવાડીના લાભાર્થી ભૂલકાંઓ વગેરેએ પણ આ કાર્યક્રમમાં જોડાઇને તેમાં સહભાગી બન્યા હતા.

નવી શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા આંગણવાડીમાં અભ્યાસ કરવા આવતા બાળકોના સર્વાંગી વિકાસ માટે રૂા. ૫ કરોડની પા… પા… પગલી યોજના અમલી બનાવવાનું આયોજન કરાયું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના બાળકો-ભૂલકાંઓ માટે સંવેદના સ્પર્શી નવતર અભિગમ થકી આંગણવાડીના નાના ભૂલકાંઓને આ યુનિફોર્મથી આગવી ઓળખ મળશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત અન્ય મંત્રીઓના હસ્તે આંગણવાડીના બાળકોને પ્રતિક રૂપે યુનિફોર્મનું વિતરણ કરાયા બાદ મુખ્યમંત્રીએ આગવી સંવેદના દર્શાવતા આ બાળકોને પોતાના તરફથી ભેટ અર્પણ કરી હતી.

કોરોના સંક્રમણકાળમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અંગે આયોજીત ‘હેન્ડ વોશ’ કેમ્પઇનમાં એક સાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળોએ જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવ સિદ્ધિ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રમાણ પત્ર તેમના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ ગૌરવ સિધ્ધિ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગને અભિનંદન આપતા આ પ્રમાણપત્ર વિભાગને એનાયત કર્યું હતું

રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૬ લાભાર્થી ભૂલકાંઓને યુનિફોર્મ એનાયત કરી પ્રોત્સાહિત કરાયાં હતાં. આજથી જિલ્લાની ૯૫૨ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૧૯,૮૫૨ લાભાર્થી ભૂલકાંઓને રૂા.૪૯.૬૩ લાખના ખર્ચે બે જોડી યુનિફોર્મ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઘેર ઘેર જઇને વિતરણની કામગીરી શરૂ કરાઇ છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં પૂર્ણ કરાશે.

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં પણ ૧૯ થી ૨૦ હજાર જેટલા બાળકોને ગણવેશનો લાભ મળવાનો છે, જેનાથી આંગણવાડીમાં જવા માટે બાળકોનો ઉત્સાહ વધવાનો છે. ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોના બાળકો માટે ગણવેશની આ યોજના આવકારદાયક ગણાવી તેને બિરદાવવાની સાથોસાથ નર્મદા જિલ્લા માટે તે ખૂબજ ઉપયોગી બની રહેશે, તેવો દ્રઢ વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા