જામનગરમાં વિકાસ દિવસ અંતર્ગત એમ. પી. શાહ ઓડિટોરિયમ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં મેયર સહિત સાંસદ અને ધારાસભ્ય હસ્તે કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત.

સમગ્ર રાજ્યમાં હાલ સંવેદનશીલ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તે નિમિત્તે આજે વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર ખાતે શહેર કક્ષાએ એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડિટોરિયમ તેમજ ગ્રામ્ય કક્ષાએ જામજોધપુર સી.એચ.સી ખાતે પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ તેમજ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા.
એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદશ્રી પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિમાં જી.જી.હોસ્પિટલ તેમજ મહાનગરપાલિકાના ૭૬ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે મેયર શ્રી બીનાબેન કોઠારીએ જી.જી.હોસ્પિટલ સાથેના કોરોનાની બીજી લહેરના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વખતે જામનગરમાં જામનગર સિવાય અન્ય જિલ્લાઓના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે અત્યંત કપરા સમયમાં આ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ વગેરેએ સેવાકીય ભૂમિકા ભજવી છે.
વળી સંવેદનશીલ મુખ્યમંત્રીના નેતૃત્વમાં કોરોનાના કાળમાંથી પણ બહાર નીકળવા રાજયની પ્રજાને બળ મળ્યું છે. કોરોના સર્વે માટે ઘાતક નીવડ્યો, અનેક બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા ત્યારે તેમના માટે વડીલ તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાગુ કરી વાલીપણું નિભાવ્યું. આમ વિકાસ સાથે જ ગુજરાતના વડીલ તરીકેની ભૂમિકા પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ભજવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જી.જી હોસ્પિટલ ખાતે ડી.આર.ડી.ઓ દ્વારા ૧૦૦૦ એલપીએમ અને ન્યારા એનર્જી દ્વારા ર૮૦ એલપીએમ ઓક્સિજન પ્લાન્ટનિર્મિત કરવામાં સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા ચોવીસ કલાક વાતાવરણમાંથી ઓક્સિજન લઈ અને મેડિકલ ઓક્સિજનમાં રૂપાંતરિત કરી તેનો ઉપયોગ કરી શકાશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના હિંમતનગર ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના ૭૦ જેટલા ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં જામનગરના એમ.પી.શાહ મેડિકલ કોલેજના અધિક ડીન અને કોરોનાના નોડલ ડો. એસ.એસ. ચેટરજીને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, કલેકટરશ્રી સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી, ડેપ્યુટી કમિશનર શ્રી વસ્તાણી, જી.જી. હોસ્પિટલના અધિક્ષક શ્રી દિપક તિવારી, શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, નાયબ અધિક્ષક શ્રી ડો. વસાવડા, નાયરા ઇન્ડસ્ટ્રીઝના શ્રી પાણીકર, એમ.ઓ.એચ શ્રી ઋજુતા જોશી, ડો. હેમાંગ આચાર્ય, ડો.ફિરોજ ઘાંચી, ડો. સુધીર મહેતા, ડો. વિજય પોપટ, ડો. અમરીશ ચાંદ્રા, ડો. શ્વેતા તથા રેસિડન્ટ ડોક્ટરો અને હૉસ્પિટલના સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ: પૂનમબેન માડમ, સાંસદ

https://youtu.be/qbguqCtCSjk