રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી
એસ.ઓ.જી નર્મદા પોલીસ
રાજપીપલા, તા 29
રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી
એસ.ઓ.જી નર્મદા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નર્મદા જીલ્લા ઇ.ચા.પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર
કે.ડી.જાટ એસ.ઓ.જી. નર્મદાએ તાબાના માણસોને જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓની માહિતી મેળવી
પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.જે આધારે એસ.ઓ.જી. નર્મદા સ્ટાફના માણસો દ્વારા
જીલ્લાના ગુનાના કામે નાસતા-ફરતા આરોપીની ખાનગી બાતમીદારથી બાતમી. મળતાં નાસતા
ફરતા આરોપી અશોક કાકડ્યા વસાવે રહે.કાતરી(પૌતીકપાડા ફળીયુ) તા.ધડગાવ જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
નાઓને બાતમીના આધારે ઝડપી પાડી ગુનાના કામે રાજપીપલા પોલીસ ને સોપવામાં આવેલ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા