*એસીબી સફળ ટ્રેપ કેસ*

 

ફરીયાદી : એક જાગૃત નાગરિક

 

આરોપી : ભરતભાઇ હસમુખલાલ પાઠક, નાયબ ઓડીટર,વર્ગ-૩, જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરી, નર્મદા, જી.નર્મદા.

 

લાંચની માંગણીની રકમ : રૂ.૧,૦૦,૦૦૦/-

 

લાંચ સ્વીકાર્યાની રકમ : રૂ.૧,૦૦,૦૦૦/-

 

લાંચની રીકવરીની રકમ : રૂ.૧,૦૦,૦૦૦/-

 

ટ્રેપનું સ્થળ : ગરૂડેશ્વર ગ્રામ પંચાયત કચેરી, ગરૂડેશ્વર તા.ગરૂડેશ્વર, જી.નર્મદા

 

ટ્રેપની તારીખ : ૧૯.૦૭.૨૦૨૨

 

ટૂંક વિગત : આ કામના ફરીયાદી કોઠી-કેવડીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સને-૨૦૨૧ સુધી સરપંચ તરીકે હતા. તેઓની પંચાયતનું સને.૨૦૧૭-૧૮ના વર્ષનુ ઓડીટ કરવાનુ બાકી હોય આ કામના આરોપીએ ફરીયાદીને ફોન કરી તે વર્ષના ઓડીટ કરી કોઇ ભુલ ના કાઢવા માંટે વ્યવહારના રૂ.૧,૫૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ, જે બાદ ફરીયાદીએ ઓછું કરવા જણાવતા રકઝકના અંતે રૂ.૧,૦૦,૦૦૦/- લેવાના નક્કી કરેલા. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય એસીબીમાં ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ રૂા.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી પકડાઇ જઈ ગુનો કર્યા બાબત

 

નોંધ- ઉપરોકત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

 

ટ્રેપીંગ અધિકારી :

શ્રી એસ.વી.વસાવા, ઈન્ચાર્જ પો.ઈન્સ. નર્મદા એસીબી પો.સ્ટે. રાજપીપલા તથા ટીમ

 

સુપરવિઝન અધિકારી :શ્રી પી.એચ.ભેસાણીયા,મદદનીશ નિયામક એસીબી વડોદરા એકમ, વડોદરા