સુરતના જાણિતા બિઝનેસમેન અને સમાજસેવી મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

દિલ્હીમાં કેજરીવાલ સરકાર ગુડ ગર્વનન્સ માટે કરવામાં આવી રહેલા ઐતિહાસિક કાર્યોથી પ્રભાવિત થઇને લોકો સતત આપ સાથે જોડાઇ રહ્યા છે. આ ક્રમમાં સુરતના જાણિતા બિઝનેસમેન અને સમાજસેવી મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ ટોપી અને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.