*હાટની મુલાકાતમાં મોદીએ બતાવ્યો પ્રચારનો હુન્નર*

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગેટ લોનમાં આયોજિત હુનર હાટ જોવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને પોતાની સાથે જોઈને ત્યાં ઉપસ્થિત કારીગર અને સામાન્ય માણસોનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. હાટનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નક્વી અને હરદીપ પુરીએ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ત્યાં લાગેલા સ્ટોલ્સની મુલાકાત લીધી અને કારીગરો તેમજ સામાન્ય લોકો સાથે વાતો કરી હતી. આ દરમિયાન તેમણે કુલડી વાળી ચા અને લીટ્ટી ચોખાનો આસ્વાદ માણ્યો હતો