*યુનિવર્સિટીઓ PGDM અને MBA કોર્સ એકસાથે નહીં ચલાવી શકે*

નવી દિલ્હી: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી કોઈ એક કોર્સના સંચાલનની પસંદગી કરવી પડશે. આ માહિતી ઓલ ઇન્ડિયા ફોર ટેક્નિકલ એજ્યુકેશને માહિતી આપી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ટેક્નિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ નિયામકે કહ્યું હતું કે PGDM કોર્સ માત્ર એવી યુનિવર્સિટીઓ ચલાવી શકશે, જે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ (IIM)ની જેમ ના તો યુનિવર્સિટી હોય અથવા કોઈ યુનિવર્સિટીથી સંલગ્ન હોય.