મુંબઈ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી પર સકંજો
EDએ અનિલ દેશમુખના પર્સનલ સેક્રેટરી અને આસિસ્ટન્ટની ધરપકડ કરી
ગઈકાલે દેશમુખનાં ઠેકાણાં પર પણ પાડ્યા હતા દરોડા
EDએ મોડી રાત્રે દેશમુખના પર્સનલ સેક્રેટરી સંજીવ પલાન્ડેની ધરપકડ કરી
100 કરોડની વસૂલાતના આરોપોથી ઘેરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી છે. શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની 6 ટીમે તેમનાં 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને મોડી રાત્રે તેના પર્સનલ સેક્રેટરી સંજીવ પલાન્ડે અને આસિસ્ટન્ટ કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી છે. તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.