નાંદોદ તાલુકાના રામપરા ગામ ની સીમમાં સગીર કન્યા ઉપર હવસખોરનો મરજી વિરુદ્ધ બળાત્કાર

નાંદોદ તાલુકાના રામપરા ગામ ની સીમમાં સગીર કન્યા ઉપર હવસખોરનો મરજી વિરુદ્ધ બળાત્કાર

રાજપીપલા, તા23

નાંદોદ તાલુકાના રામપરા ગામ ની સીમમાં સગીર કન્યા ઉપર હવસખોરે મરજી વિરુદ્ધ બળાત્કાર કરવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગેની આમલેથા પોલીસ મથકમાં બલાત્કાર ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

ફરીયાદીભોગ બનનાર સગીર કન્યાએ આરોપી અલ્પેશભાઇ મહેંદ્રભાઇ વસાવા (રહે.રામપરા તા નાંદોદ જી. નર્મદા)સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત અનુસાર ભોગ બનનારફરીયાદી સગીર કન્યા ગત તા.૨૧/૬/૨૦૨૧ ના રોજ પોતાના ઘરે થી ભેંસ લઇને પોતાના ખેતરે
ચરાવવા માટે ગયેલ તે વખતે બપોરના સુમારે આરોપી અલ્પેશભાઇ વસાવા મોટરસાઇકલ લઇ સગીર કન્યા જ્યાં ભેંસ ચરાવતી હતી ત્યા મોટરસાઇકલ ઉભી
રાખી ફરીયાદી પાસે જઇ બળજબરીથી તેનો હાથ પકડેલ. અને નજીકમા આવેલ શેરડીના ખેતરમાં ખેંચીને લઈ જઈ નીચે પાડી દઈ બળજબરીથી પેહરેલ લેંગીશ
કાઢી નાખી ફરીયાદી ઉપર સુઈ જઈ તેની મરજી વિરુધ શરીર સંબંધ બાંધેલ. અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આમલેથા પોલીસે બળાત્કાર નો ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા