રાજપીપલા જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ(કેદીઓ )કરે છે ઓર્ગેનિક ખેતી
ચાલુ વર્ષે રૂ.1,80,000/-ની શાકભાજી જુવાર નું કર્યું ઉત્પાદન
કેદીઓ દ્વારા શાકભાજી નું વેચાણ કરી મેળવેલી આવક કેદી વેલફેર ફંડમા જમા કરાવી
જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓનું પુનઃ વસન થાય તે માટે કેદીઓને સહાય અપાય
છે
રાજપીપલાતા 10
રાજપીપલાખાતે આવેલ જિલ્લા જેલમાં બંદીવાન બંધુઓ(કેદીઓ ) ઓર્ગેનિક ખેતીકરે છે
ચાલુ વર્ષે રૂ.1,80,000/-ની શાકભાજી જુવારનું કેદીઓએ મબલાખ ઉત્પાદન કર્યું છે.કેદીઓ દ્વારા શાકભાજી નું વેચાણ કરી મેળવેલી આવક કેદી વેલફેર ફંડમા જમા કરાવી
જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓનું પુનઃ વસન થાય તે માટે કેદીઓને સહાય અપાય
છે તો આવે આપણે જેલમાં કેદીઓદ્વારા થતું ખેતી કામ વિશે જાણીએ
જેલ એટલે સજા ભોગવવાની કોટડી. એવુ સામાન્ય લોકોના મનમા માન્યતા હોય છે પણ હવે એવુ નથી ગુનો કરનાર કેદી સજા ભોગવવાના સાથે જેલમાંથી કેદી જયારે મુક્ત થાય અને તેનું પુનઃવસન થાય તે માટેરાજપીપલા જેલમા કેદીઓ દ્વારા આવક ઉભીથાય તે માટે ઓર્ગેનિક ખેતી કરવામાં આવી રહી છે.નર્મદા ના વડા મથક રાજપીપલા નજીક જીતનગર ગામે જિલ્લા જેલ આવેલી છે.આ જેલ પરિસર મા ચાલુ વર્ષે વિવિધ ઓર્ગેનિક શાકભાજી જેવી કે બ્રોકલી કોબી, ગુવાર,ભીંડા, રીંગણાં, તુવેર, તથા જુવાર(બાટુ)નુ વાવેતર કેદીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
જિલ્લા જેલ અધિક્ષક એલ એમ બારમેરા ના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે શાક્ભાજી અને જુવારનું ઉત્પાદન કરીને રૂ.1,80,000નું ઉત્પાદન કરી ને આવક મેળવી છે. આ આવક કેદી વેલ ફેર ફંડમા જમા કરવામાં આવી છે. જયારે જેલમાંથી મુક્ત થયા બાદ કેદીઓનું પુનઃ વસન થાય તે માટે કેદીઓને સહાય અપાય
છે.જેથી કેદી જેલમાંથી મુક્ત થયા બાદ એક સારો માનવી બની શકે પોતાના પગ પર ઉભા રહી ખેતી કરી શકે તે માટે અહીં જેલમાં ખેતીનું પદ્ધતિસર નું જ્ઞાન આપવામાં આવે છે.
કેદીઓ પણ આ પ્રવૃતિઓથી ખુશ છે. જેલની પ્રવૃતી બાદ સમય મળતા ખેતી કામ કરવામાં તેમને આનંદ આવે છે. કેદીઓએએ વાતનો પણ વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો કે ખેતીના ઉત્પાદન ની આવક અમારા કેદી વેલ ફેર ફંડ મા જમા થાય છે. અને એમાંથી અમને કેદી સહાય પણ મળે છે. ગુનાહિત પ્રવૃત્તિમાથી મુક્ત થવા માટેઅને સારી પ્રવૃત્તિ મા જોતરવા માટે કેદી બંધુઓએ જેલના અધિક્ષકનો પણ ખાસ આભાર માન્યો છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા