*રાજકોટમાં રાવકી નદીમાં કાર તણાઈ, બે મહિલાને દિલધકડ રેસ્ક્યૂ કરીને બચાવી લેવાઈ*
રાવકીથી માખવાડ જવાના રસ્તે નવા નિર્માણ પામી રહેલા એક પુલ નીચે મંગળવારે સાંજે સાત વાગ્યે કાર નદીમાં ખાબકી હતી.
*રાજકોટ* રાજકોટ અને સૌરાષ્ટ્ર (Saurashtra rain)માં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ (Monsoon 2021) પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક નદીઓમાં પૂર (Flood) આવ્યા છે. જેમાં રાજકોટના લોધિકાની રાવકી નદીના પાણીમાં એક કાર પુલ પરથી નીચે પડ્યા બાદ પાણીમાં તણાઈ હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ ગામ લોકોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને બે મહિલાઓને બચાવી લીધી હતી. કમનસિબે આ બનાવમાં નિવૃત બેંકકર્મીનું નિધન થયું હતું.
મમતી માહિતી પ્રમાણે મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં એક કાર નદીમાં ખાબકી હોવાની માહિતી મળી હતી. આ કારમાં સવાર બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. જે બાદમાં મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.