નર્મદા જિલ્લામાં આજે સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા
કૂલ કેસ 3046 નોંધાયા
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે રજા અપાઇ
રાજપીપલાતા 27
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૭ સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૧૪ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૬૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૭ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૧ દરદીઓ સહિત કુલ-૨૬૭ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૪૯૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૧૭ સહિત કુલ-૧૫૧૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૫,૨૪૩ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૬ દરદીઓ, તાવના-૩૩ દરદીઓ, ઝાડાના ૩૯ દરદીઓ સહિત કુલ-૧૦૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૨૦૧૩ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૬૬૨૬ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા