માનવતાની મહેક… ટીઆરબી જવાને મહત્વના દસ્તાવેજો સાથે મળેલ પર્સ પાછું આપ્યું..

દુનિયામાં માં પોલીસ પ્રત્યેનો અભિગમ પહેલે થી જ નકારાત્મક જોવા મળે છે પરંતુ સાચા અર્થ માં તેઓ પણ એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હોય છે. અમદાવાદ ખાતે આવું જ એક માનવતાભર્યું કાર્ય ટીઆરબી જવાન દ્વારા કરી બતાવવામાં આવ્યું છે. ટીઆરબી જવાન કિશન વણઝારા ને ખોવાયેલ પાકીટ મળતા તેમાં તપાસ કરતા જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, વોટર કાર્ડ, પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઈસનસ એટીએમ કાર્ડ તેમજ અન્ય કાગળો જણાતા તેઓએ પાકીટ માલિકને જાણ કરી હતી અને હેમખેમ તમામ દસ્તાવેજો સાથે પાકીટ પરત કર્યું હતું. મહત્વના દસ્તાવેજો સાથે પાકીટ પરત મળતા પાકીટ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો અને આ જવાનનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરી તેમની ઈમાનદારી અને કર્તવ્યને બિરદાવ્યું હતું. માનવતા હજુ આ દુનિયામાં જીવે છે તેની મિસાલ આ ટીઆરબી જવાન દ્વારા જોવા મળી છે જે સલામ ને પાત્ર છે.