ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ સી-419એ 19 ફેબ્રુઆરી 2020ના રોજ મદદ માટે મળેલા કોલને પ્રતિભાવ આપીને 0730 કલાકે ઝડપથી હાથ ધરેલા દરિયાઇ ઓપરેશનમાં 09 ક્રૂ સભ્યોની ધરપકડ કરીને કામીની નામની ભારતીય માછીમારી બોટ ઝડપી લીધી હતી. તેમાંના 02 ક્રૂ મેમ્બર અલંગ ખાતે આલિયાન્સ ટાઇટેનિયમ સાથે બાંધીને ખેંચી લાવવામાં આવતા MT મોરબીયસ (અલ માર્ઝૌકા) નામના નકામા જહાજમાં છુપાયેલા હતા. આ ઘટના નવાબંદર પોર્ટથી 08 માઇલ દૂર બની હતી, જ્યાં ICG જહાજ પરથી બોર્ડિંગ પાર્ટી ટૂંક સમયમાં જ પહોંચી ગયા હતા અને નકામા જહાજમાંથી આ બદમાશોને પકડીને પીપાવાવ ખાતે મરીન પોલીસને સોંપ્યા હતા.
ધરપકડ કરાયેલા ક્રૂ સભ્યોની જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા પૂછપરછ થઇ રહી છે અને તેમના વિરુદ્ઘ શિક્ષાત્મક પગલાં લેવાથી ચોક્કસપણે આવી પ્રવૃત્તિઓ રોકી શકાશે.