ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતા નર્મદાના 121 ગામોના સરપંચોને ભાજપના માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા એ પત્ર લખ્યો.

ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતા નર્મદાના 121 ગામોના સરપંચોને ભાજપના માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા એ પત્ર લખ્યો.
28 12 થી 6/1 સુધીમાં યોજાનારી ગ્રામ સભાઓ માં વિરોધ કરતો ઠરાવ ગ્રામજનો અને ખેડૂતોની મંજૂરીથી પસાર કરવા સરપંચોને અનુરોધ.
રાજપીપળા,તા. 25
પૂર્વ મંત્રી અને ભાજપના માજી ધારાસભ્ય મોતીલાલ પી વસાવાએ ઇકો સેન્સિટીવ ઝોનમાં આવતા ગામના સરપંચોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ થયેલ ગામોમાં ગ્રામ સંભાવના આયોજન કરવા બાબતે પત્ર લખ્યો છે.જેમાં ગ્રામ પંચાયતોમાં તા.-28/12/2020 ના રોજ થી તા:-6/2/2021 સુધીમાં ગ્રામ સભાઓ થવાની છે. ત્યારે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી નર્મદાએ પત્રથી તાલુકા વિકાસ અધિકારી ઓને ગ્રામસભાના આયોજન માટે જાણ કરેલ છે. તેમાં સરપંચઓના અધ્યક્ષ સ્થાને સંભાળશે તેમાં જરૂરી વિકાસના કાર્યો જેવા કે આરોગ્યલક્ષી કોવીડ -19 ,શિક્ષણ ,સિંચાઈ પીવાના પાણી, તેમજ ગામ ને લગતા અગત્યના પ્રશ્નો ની ચર્ચા કરી ઠરાવો કરવા.
વધુમાં આપણા નર્મદા જિલ્લામાં ઈકો સેન્સીટીવ ઝોન આવતા 121 ગામના ખેડૂતો માટે એક ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તે આયોજન થનારી ગ્રામપંચાયતની ગ્રામસભામાં ચર્ચા માટે મુકેલ છે તેમાં આપ ગામના સરપંચઓના અધ્યક્ષ સ્થાને એ ગ્રામસભામાં ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખી કેટલાક બંધારણીય અને કાનૂની જે તે સરકારોએ કાયદાઓ દ્વારા આપણને આપણી માલ,મિલકત, જંગલો જમીન પ્રકૃતિ સંસ્કૃતિ નું રક્ષણ કરવા માટે શિડયુલ 5 માં બંધારણીય અધિકારો આપેલ છે વધુ અધિકાર અને રક્ષણ માટે 1996 માં પેસા પંચાયત અધિનિયમ શિડયુલ એરિયામાં રહેતા આદિવાસીઓ અને એની ગ્રામસભાને વિશેષ અધિકારો આપેલા છે તેનો ઉપયોગ કરી આપના વિસ્તારમાં આવતા ખેડૂત ભાઈઓ ની પોતાની માલિકીની જમીનનો નમૂના 7/12 8/અ અને નમુના નંબર 6 માં ઈકો સેન્સીટીવ ઝોન ની એન્ટ્રી પડવાની છે. તેને ધ્યાનમાં રાખીને આપના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાય રહેલી ગ્રામસભામાં વિરોધ કરતો ઠરાવ ગ્રામજનો નો અને ખેડૂતોની મંજૂરીથી પસાર કરવા જણાવ્યું છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા