*વાહનચાલકોએ નિયમનું પાલન ન કર્યું તો રદ થઈ જશે આજીવન લાયસન્સ*

અમદાવાદમાં વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમો તો કડક થયા જ છે સાથે સાથે વાહન ચાલકો કરેલા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કડકાઈથી દંડ વસુલવા માટે પણ પોલીસ વિભાગ કટીબદ્ધ બન્યું છે. શહેરમાં લગભગ અત્યારે દરેક ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. જેના પગલે વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઈ-મેમો ફટકારવામાં આવે છે. અને જો વાહન માલિક ઈ-મેમોની ભરપાઈ નહી કરે તો ઘણાખરા વાહન ચાલકોના આજીવન માટે લાયસન્સ રદ પણ કરવાની કવાયત ટ્રાફિક પોલીસ વિભાગ ધ્વારા હાથ ધરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.