*સુરતમાં મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં ફીનાઈલ ગટગટાવ્યું*

અઠવાલાઈન્સ ખાતે પોલીસ કમિશનર કચેરીમાં એક મહિલાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ખાનગી વાહનમાં મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.મહિલાએ આપઘાતનો પ્રયાસ વ્યાજખોરોના ત્રાસથી કર્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. રૂપિયાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા દબાણ થતાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે