રાજપીપળા વનવિભાગે ખેરના લાકડા નંગ 37 કિંમત રૂ.40હજારનો મુદ્દામાલ ઝડપ્યો

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :

નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો

રાજપીપળા વનવિભાગે ખેરના લાકડા નંગ 37 કિંમત રૂ.40હજારનો મુદ્દામાલ
ઝડપ્યો
રાજપીપલા, તા.22

નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો રાજપીપલા વન વિભાગે ઝડપી પાડ્યો છે.રાજપીપળા વનવિભાગે 37 નંગ છોલેલા લાકડા કિંમત રૂ.
40 હજારનો મુદ્દા માલ ઝડપી વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે રાજપીપલા રેંજ ફોરેસ્ટ અધિકારી જીજ્ઞેશ સોનીના જણાવ્યા અનુસાર
રાજપીપલા વન વિભાગને મળેલી બાતમીને આધારે નાંદોદ તાલુકાના કાકડવા ગામે ખાડી કોતરમા જંગલ ચોરીનો માલ સંતાડેલો છે. એવી બાતમી મળતા વન વિભાગના કર્માચારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ખાડી કોતરમા ખેરના ચોરીના છોલેલા 37 નંગ 0.887ઘન મીટર કિંમત રૂ.40હજાર નો બિનવરસી પડેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ ચોરીનો મુદ્દમાલ ક્યાંથી કટિંગ થયું છે. અને આ ચોરીનો માલ કોણે સંતાડેલો હતો. અને ક્યાં લઈ જવાતો હતો તેની તપાસ શરૂ કરી છે. આરએફઓ સોનીએ ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26(1)(ક )મુજબ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ના રેવન્યુ વિસ્તારમાં અને નેત્રંગ ઝગડિયા વિસ્તાર મા ખેર પુષ્કળ થતા હોઈ ખેરના લાકડાની તસ્કરી મોટા પાયા પર થતી હોય છે ખાસ કરીને ખેરના લાકડાનો ઉપયોગ કાથો બનાવવામા થતો હોય છે. હાલ તેથી ખેરના લાકડાની ભારે માંગ થતી રહે છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા