કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન અંતર્ગતરેલી અને ધરણાં વિરોધ પ્રદર્શન

ડેડીયાપાડા ખાતે
નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન અંતર્ગતરેલી અને ધરણાં વિરોધ પ્રદર્શન



ભાજપની સરકાર કોરોનામા દર્દીઓને બચાવવા સમય સર પગલાં ન લઈ શકતા અસંખ્ય દર્દીઓએ જાન ગુમાવ્યા
ભાજપની સરકારને કોંગ્રેસે દયાહીન સરકાર ગણાવી

રાજપીપલા, તા 7


નર્મદા જિલ્લામાં રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી ના 9દિવસના કાર્યકમોની સામે નર્મદા કોંગ્રેસે સામે સમાંતર વિરોધ કાર્યક્રમ કરી રહી જેના ભાગ રૂપે નર્મદા કોંગ્રેસે ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ડેડીયાપાડા ખાતે સંવેદનહીન સરકાર, આરોગ્ય બચાવો અભિયાન અંતર્ગત રેલી કાઢી ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.


જેમાં નાંદોદ તાલુકા ધારાસભ્ય પી ડી વસાવા સાથે નિરીક્ષક અરવિંદ દોરાવાલા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ તેમજ જાતરભાઈ વસાવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેરમાબેન વસાવા અનેડેડીયાપાડા સરપંચ રાકેશભાઈ,અને કોંગ્રેસ ના આગેવાનો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવાએ કોરોનામાં સરકારના અણગઢ વહીવટ કારણે અનેક લોકોએ જાન ગુમાવ્યાહોઈ તેનો ઉલ્લેખ કરી ગુજરાત સરકારને દયાહીન સરકારગણાવી હતી. દર્દીઓને ઓક્સિજન અને ઓક્સિજન બેડની, દવા ઈન્જેકશનની ઘણી તકલીફ પડી હતી. ઘણાએ જાન પણ ગુમાવ્યા હતા. ભાજપની સરકારે કોરોનામાં દર્દીઓને બચાવવા સમય સર પગલાં ન લઈ શકતા અસંખ્ય દર્દીઓએ જાન ગુમાવવા માટે સરકારને જવાબદાર ઠેરવી સરકારને સંવેદનહીન સરકાર ગણાવીવિરોધ પ્રદર્શન કર્યું હતું.


તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપલા