નર્મદા જિલ્લામા કોરોના કાળમાં સરકારી લાભોથી વંચિત રહી ગયેલ વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શનની સહાય અપાવવા ગામડા ખૂંદતી નિર્ભયા સ્કવોર્ડ
ગામડે ગામડે જઇ ઘેર ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી મદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડ
દસ દિવસમા ૧૯૮ વિધવા મહિલાઓના પેન્શન ચાલુ કરાવ્યા
૧૧૫ વૃદ્ધ મહિલાને પુરુષોનું મળતા સરકારી લાભો (વૃદ્ધા પેન્શન ) શરૂ કરાવ્યા
રાજપીપલા, તા 22
કોરોના કાળમાં વૃદ્ધ મહિલાઓની આર્થિક હાલત ખુબ કફોડી અને નાજુક બની હતી. જેમાં ખાસ કરીને વિધવા મહિલાઓ અને વૃદ્ધ મહિલાઓને તેમના વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શનની કામગીરી ફોર્મ અને ડોક્યુમેન્ટ વગેરે ન ભરવાને કારણે પેન્સનના લાભોથી વંચિત રહી ગયા હતા. ત્યારેનર્મદા જિલ્લા ના આદિવાસી વિસ્તારમાં આવી વિધવા અને વૃદ્ધ મહિલાઓની મદદે નર્મદાની નિર્ભયા સ્કવોર્ડ આગળ આવી છે
નર્મદા જિલ્લામા કોરોના કાળમાં સરકારી લાભોથી વંચિત રહી ગયેલ વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શનની સહાય અપાવવા ગામડા ખૂંદતી નિર્ભયા સ્કવોર્ડે
ગામડે ગામડે જઇ ઘેર ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી મદદરૂપ થઈ રહેલી નિર્ભયા સ્કવોર્ડની જાબાજ બહાદુર મહિલા પોલીસે દસ દિવસમા ૧૯૮ વિધવા મહિલાઓના પેન્શન ચાલુ કરાવ્યાછે અને ૧૧૫ વૃદ્ધ મહિલાને પુરુષોનું મળતા સરકારી લાભો (વૃદ્ધા પેન્શન ) શરૂ કરાવતા આ મહિલાઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે
આ અંગે પીએસઆઈ કે કે પાઠક ના જણાવ્યા અનુસાર
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષ ચેતના ચૌધરીની સૂચનાથી પીએસઆઇ કે કે પાઠકના નેતૃત્વમાં કામ કરતી નિર્ભયા સ્કવોર્ડ સ્કૂલો કોલેજો બંધ હોવાથી એવા સમયે નિર્ભયા સ્કવોર્ડે એક નવું અભિયાન ચાલુ કર્યું છે. સરકારી લાભોથી વંચિત રહી ગયેલ વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શન લોકોને સહાય કરવા નિર્ભયા સ્કવોર્ડ આગળ આવી છે
નર્મદા પોલીસ કરી રહી છે નિર્ભયા સ્કવોર્ડની રહેલ જાબાજ મહિલા પોલીસ ગામડે ગામડે જઇ ઘેર ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી લોકોને મદદરૂપ થઈ રહી છે.
હાલમાં છેલ્લા દસ દિવસમા નર્મદા જિલ્લામા ૧૯૮ વિધવા મહિલાઓના પેન્શન ચાલુ કરવામાં આવ્યું છે.અને એવી જ રીતે ૧૧૫ વૃદ્ધ મહિલાને પુરુષોના મળતા સરકારી લાભો (વૃદ્ધા પેન્શન ) પણ શરૂ કરાવ્યા. ટૂંક સમયમાં નિર્ભયા સ્કવોર્ડ આખા જિલ્લામાં વંચિત રહી ગયેલા વૃદ્ધ લોકોને મળવાપાત્ર સરકારી લાભો અપાવવા માટે પ્રયત્નશીલ છે.
ઘરેલું હિંસાને કારણે ઘણા વિધવા મહિલા અને વૃદ્ધ મહિલા પુરુષો ઉપર ખૂબ જ અત્યાચાર થતા હોય છે.આવા સંજોગોમાં નિર્ભયા ટીમે લોકોને મદદ માં 24 કલાક કાર્ય કરી રહી છે હમણાં જ લાછરસ ગામમાં એક વિધવા મહિલાને એમના પુત્ર એમના ઘર ને સાત વર્ષોથી પડાવી લીધી હતી અને ઘરથી બહારકાઢી મુક્યા હતા.નિર્ભયા સ્કવોર્ડે ત્યાં જઈને તાત્કાલિક એ વિધવા મહિલાને એમનું ઘર પાછું અપાવ્યુહતું .એ ઉપરાંત રસેલા ગામમાં વૃદ્ધ મહિલાનું જમીન ઉપર એમના જ પુત્ર કબજો કરી લીધો હતો.ત્યાં પણ નિર્ભય ટીમેં જઈને તાત્કાલિક જમીન પરથી દબાણ દૂર કરી જમીન પાછી અપાવી હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા