સુરતમાં જીત બાદ AAPની જાહેરાત, AAPના વોર્ડમાં સમસ્યાના નિકાલ માટે હેલ્પલાઈન કરાશે 213

સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ કરશે. મનોજ સોરઠિયાએ જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. જેથી લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી નિરાકરણ લાવી શકશે.