જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્ય દ્વારા કરવામાં આવી ઉજવણી.
જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડિયાની આગેવાની હેઠળ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, સાંસદ સભ્યશ્રી, લાખો યુવાનોના માર્ગદર્શક અને યુથ આઇકોન રાહુલ ગાંધીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી જેમાં જામનગર અંધાશ્રમમાં ફ્રુટ વિતરણ કરી ત્યારબાદ વાત્સલ્ય ધામ વૃદ્ધાઆશ્રમમાં વૃદ્ધો માટે જમણવારનું આયોજન કરી અને વૃદ્ધોને માક્સ વિતરણ કર્યું ત્યારબાદ વૃક્ષા-રોપણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાત કિસાન કૉંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા તથા જામનગર તાલુકા કૉંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા .