*ભ્રષ્ટાચાર રસ્તા પર આવી ગયો છે એમ કોઇ કહે તો?*

નવી દિલ્હીઃ સરકારી ઓફિસોમાં જ નહીં, પણ રસ્તાઓ પર પણ ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. અવારનવાર આપણે ચાલતી ગાડીમાંથી પોલીસવાળાને લાંચ આપતા જોયા હશે. કેટલીક વાર પોલીસવાળા અથવા અધિકારીઓ પર લાંચ-રુશવત લેવા બદલ કાર્યવાહી થાય છે, પણ હજી પણ મોટે પાયે લાંચનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. ટ્રક ડ્રાઇવર કોઈ ને કોઈ કારણસર તેના પ્રવાસમાં આગળ વધવા માટે પોલીસવાળાઓને ભરપૂર લાંચ આપે છે. એક સર્વે સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે ટ્રક ડ્રાઇવર અને ટ્રકોના માલિકો પોલીસવાળા અને રસ્તા પરના અધિકારીઓને વર્ષેદહાડે લાંચ સ્વરૂપે ૪૮,000 કરોડ આપે છે.