*સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.*

*સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.*

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનાં મિશન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શહેરનાં વિવિધ માર્કેટ વિસ્તાર ખાતે સતત ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૩૦ દિવસ દરમ્યાન સેનિટેશન વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા ૪૪૭ ઇસમો સામે કાર્યવાહી કરી રૂ|.૬૩,૪૦૦/- વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે સાથે જ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ૨૩૬ એકમો પાસેથી રૂ|.૧,૧૯,૩૦૦ /- વહિવટી ચાર્જ એમ કુલ ૭૧૩ ઇસમો સામે કાર્યવાહી કરી કુલ રૂ|.૧,૮૨,૭૦૦/-વસૂલવામાં આવ્યો. આવનારા દિવસોમાં ગાંધીનગર મહાનગર- પાલિકાનાં તમામ વોર્ડમાં ઉગ્ર ઝુંબેશ ચલાવવામાં આવશે અને જાહેરમાં ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.