ઈન્ડિયન જર્નાલીસ્ટ યુનિયન (IJU)ની કારોબારીની વાર્ષિક બેઠક આ વખતે ગુજરાત રાજ્યમાં આયોજિત કરવામાં આવેલ છે. ઈન્ડિયન જર્નાલીસ્ટ યુનિયનની ધારદાર રજૂઆતો ને પરિણામે હરિયાણા સહિત અન્ય ચાર રાજ્યોમાં પીઢ પત્રકારોને પેન્શન શરૂ કરાવવામાં આવેલ છે. આ સંગઠન ભારતના ઘણા રાજ્યોમાં સક્રિયપણે પોતાનું કાર્યક્ષેત્ર ફેલાવી રહ્યું છે.
ઈન્ડિયન જર્નાલીસ્ટ યુનિયનની બેઠક તા. ૧૯-૦૨-૨૦૨૦ને બુધવારના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર, સેકટર-૧૨, કલેક્ટર કચેરી સામે, ગાંધીનગર ખાતે સવારે ૧૧-૦૦ કલાકે આયોજિત કરવામાં આવેલ છે.આ બેઠકમાં ગુજરાત રાજ્યના નામદાર રાજ્યપાલશ્રી ઉપસ્થિત રહેનાર છે. ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યોમાંથી મોટા ગજાના અગ્રણી પત્રકારમિત્રો પણ ઉપસ્થિત રહેનાર છે.આ પ્રસંગે આ બેઠકમાં આપશ્રીને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે. કાર્યક્રમને અંતે સૌ પત્રકાર મિત્રો ભોજન સાથે લઈશું.
ભીખાભાઈ પ્રજાપતિ 93279 10655 લક્ષ્મણભાઈ પટેલ 99982 66344
નિલેશભાઈ જોશી 99241 56698 ગણપતભાઈ પંડ્યા 94274 00032
પાર્થભાઈ ઠક્કર 98256 08744 મનુભાઈ પટેલ 83209 72267