*50 હજારની લાંચ લેનારા 2 કોન્સ્ટેબલ ઝડપાયા*

અમદાવાદ: 50 હજાર રૂપિયાની લાંચના ગુનામાં નાસતા ફરતા વટવા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા રણજિતસિંહ મનુભા ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ સોલંકીની એસીબીએ ધરપકડ કરી હતી. બંને આરોપીઓ લાંચના ગુનામાં વોન્ટેડ હતા. આ અગાઉ તેમના વતી પૈસા લેનારો વચેટિયો વિનોદ ઉર્ફે ભૂરાભાઈ ચૂનારા એસીબીના હાથે ઝડપાયો હતો. જ્યારે આ બંને કોન્સ્ટેબલો નાસી ગયા હતા.