સુરતના ચોક બજાર વિસ્તારમાં ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે ખુદ ફરિયાદી જ આરોપી હોવાનો પોલીસની તપાસમાં ખુલાસો થયો છે. પોલીસ દ્વારા સૂર્યાના ખાસ ગણાતા સાગરિતોની ભૂમિકા શંકાસ્પદ જણાતા ચારની ધરપકડ કરવામાં આવી છે. જે દરમ્યાન સૂર્યાની હત્યાની ફરિયાદ નોંધાવનાર અમોલ જ આરોપી નીકળ્યો છે.
સૂર્યાની હત્યામાં તેના જ વિશ્વાસુ ગણાતા પંટરોએ હત્યાની ભૂમિકા ભજવી હતી. જે બાદ પોલીસે સફીઉલ્લા મોહમ્મદ સફી શે અમોલ તુકારામ જીને. રોહિત ઉર્ફે મુન્ના દૂધવાળા તેમજ સુરેન્દ્ર શુક્લાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે સૂર્યાના જ પંટરોએ હાર્દિકને ફોન ટીપ આપી તેની હત્યા કરાવી. સૂર્યાની હત્યાનો પ્લાન 2 ફેબ્રુઆરીની હાર્દિકની બર્થ-ડે પાર્ટીમાં બનાવવામાં આવ્યો.