જામનગર: જામનગર જીલ્લા કોંગ્રેસ અનુ.જાતિ.ના પૂર્વ ચેરમેન એડવોકેટ રમેશભાઈ પારઘીની પુત્રી ડૉ.હેત્વી પારઘી યુક્રેન ખાતે મેડિકલ કોલેજ માં એમ.ડી.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. હેત્વી રશિયા અને યુક્રેનમાં યુધ્ધમાં ફસાયેલા અને તેની સાથે પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા મહામુસીબતે અન્ય દેશોનાં સહારે રવિવારના રોજ જામનગર ખાતે આવી પહોંચતા સમગ્ર પરિવાર અને સ્નેહીજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.
રમેશભાઈ પારઘીની લાડકી દીકરી એવી હેત્વીની કે.પી.બથવાર મહામંત્રી (સંગઠન) જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રમેશભાઈ પારઘીના નિવાસસ્થાને પહોંચી મુલાકાત કરવામાં આવી હતી અને કે પી બથવાર અને તેમના ધમૅપત્ની સવિતા બથવાર એ ડૉ.હેત્વી ને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ.હેત્વીના સહકુશળ હેમખેમ ઘેર પરત ફરતા પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ઉત્સાહ સાથે તેને વધાવી હતી.