ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામેઅસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત

ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામેઅસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત
રાજપીપલા, તા 16

ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામે અસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત નીપજ્યું હતું. આ અંગે ગરૂડેશ્વર પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

જેમાં ફરિયાદી જશીબેન કચુભાઇ નટવરભાઇ જાતે તડવી( ઉ.ધંધો ૫૦. રહે ધાવડી.)ફરિયાદ નોંધાવી છે

બનાવની વિગત અનુસાર મરનાર હિરાલીબેન તા.૧૨/૦૬/૨૦૨૧ ના રોજ તેની સાસરીમા તેના સસરા દોઢ માસઉપર મરણ ગયેલ. અને હાલ તેની સાસુ તથા પતિ સાથે રહેતી હોય જેનો આઘાત લાગતા તેનું મગજ અસ્થિરથતા તેણીએ રોગર નામની ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી હતી.તેણી ને પ્રથમ સારવાર માટે ગરૂડેશ્વર સરાકારી દવાખાનામાં દાખલ
કરેલ અને તેની તબિયત વધુ બગડતા તેણીને રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ અને ત્યાંથી વધુ
સારવાર માટે વડોદરા s.s.c.હોસ્પિટલ ખાતે રીફર કરતા તેણીને એબ્યુલન્સમાં વડોદર લઇ જતા હતા તે દરમ્યાનડભોઇ નજીક એબ્યુલન્સમાં તા.૧૪/૦૬/૨૦૨૧ નારોજ તેનું મોત નીપજ્યું હતું.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા