રક્ષા મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં કેવડીયા ખાતે ભાજપમી પ્રથમ પેપર લેસ કારોબારીયોજાઈ
રાજનાથ સિંહ સહિત મુખ્યમંત્રી, પ્રદેશ અઘ્યક્ષ સહીત રાજકીય નેતાઓએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સંરક્ષણ મંત્રી શ રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
રાજપીપલા, તા 2
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા કેવડીયા ખાતે ભાજપ કારોબારી મિટિંગમાં હાજરી
આપવાતેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈ સરદાર પટેલની પ્રતિમાના દર્શન કરી પુષ્પાંજલિ અર્પી ભાવવંદના કરી. તેમની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મન્ત્રી પુરુષોત્તમ રૂપાલા એ પણ પટેલની પ્રતિમાના દર્શન કરી પુષ્પાંજલિ અર્પી ભાવવંદના કરીહતી. ત્યાંથી ટેન્ટ સીટી 2 ખાતે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠક મા ભાગ લેવા પહોંચ્યા હતા
કેવડીયા કોલોનીમાં પહેલી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્યકારિણી બેઠક મળીરહી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી મોટી અને મહત્વની બાબત એ રહેશે કે ઉપસ્થિત રહેનાર તમામ મંત્રી,પદાધિકારીઓ પોતાના વાહનમાંઆવ્યા નહોતા પણ આ તમામને,બસ કે ટ્રેન મારફતે કેવડીયા કોલોની પહોચવા સુચના અપાઈ હતી જે મુજબગઈ કાલથી બેઠકમાં ભાગ લેતા તમામ નેતાઓએ બસ અને ટ્રેનની સફર દ્વારા કેવડીયા પહોંચ્યા હતા.
વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધારેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ શીશ ઝૂકાવીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.
સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો સર્વ પુરુષોત્તમભાઇ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ શ્રી સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષવા ચાલી રહેલા વિવિધ વિકાસ કામો તથા પ્રોજેક્ટ અંગે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
દેશમાં રાજકીય પાર્ટી તરીકે સૌથી પહેલા ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરનાર ભારતીય જનતા પાર્ટી, ગુજરાત એકમ હવે એક નવો ઇતિહાસ રચવા જઇ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ટેન્ટ સિટી ખાતે મળનારી પ્રદેશ કારોબારી બેઠક સંપૂર્ણ રીતે પેપર લેસ એટલે કે હાઇટેક ટેબલેટના ઉપયોગ સાથે યોજાઈ છે. મિશન ૨૦૨૨ની રણનીતિ તૈયાર કરવા માટેની આ મહત્વની બેઠક છે.
આજે વિશિષ્ટ ટેબલેટઆપ્યા હતા . જેમાં ભાજપના ઉદયથી લઇને દરેક પ્રકારની વિગતો, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતની યોજનાઓની વિગતો, ફોર્મ, કાર્યકરની પોતાની કામગીરીનો ચિતાર આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાઈ હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા