ખાવાનું આપવા બાબતે માતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર

ડેડીયાપાડા તાલુકાના
નવાગામ પાનુડા ગામે ખાવાનું આપવા બાબતેમાતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર

રાજપીપલા, તા15

ડેડીયાપાડા તાલુકાના
નવાગામ પાનુડા ગામે ખાવાનું આપવા બાબતેમાતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીને મનમાં લાગી આવત ઝેરી દવા પી આત્મહત્યા કરતા તેનું મોત નીપજ્યું છે. આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ફરિયાદી સરસ્વતીબેન wo વિનોદભાઈ કુંવરજીભાઈ વસાવા (ઉ.વ. આ ૩૬ ધંધો ઘરકામ રહે. નવાગામ (પાનુડા)
નિશાળ ફળિયુ તા- ડેડીયાપાડા જી-નર્મદા)એ આપેલી ફરિયાદની વિગત અનુસાર
મરનાર ફરિયાદી માતાની દીકરી ભદ્રીકાબેન વિનોદભાઇ વસાવા( રહે. નવાગામ (પાનુડા) નિશાળ ફળિયુ તા- ડેડીયાપાડાજી-નર્મદા)તા-૧૨/૦૬/રર૧ નાં રોજ સાંજ નાં આશરે પાંચેક વાગે પોતાના ઘરે હાજર હતા તે વખતે આ કામના ફરિયાદી એ દીકરી ભદ્રીકાબેનને કહેલ કે , તારા પપ્પા સવારના ટ્રેકટર ઉપર ગયેલ એ અને આખો દિવસ જમ્યા પણનથી અને તુ હજુ સુધી ઊંધ્યા કરે છે અને ખાવાનું પણ બનાવતી નથી તેમ કહી ઠપકો આપતા દીકરીને મન દુ:ખ થતાં સાંજના આશરે
પોણા સાતેક વાગે પોતાના ઘરમાં મુકેલ ઘાlસ મારવાની ઝેરી દવા પીજતા તેમનું મોત નીપજ્યું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા