નર્મદા જિલ્લામાઆજે કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા
રાજપીપલા,તા 15
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૮ સહિત કુલ-૩૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૬ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૦૯ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૨૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૫ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૯૯ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૪૬ દરદીઓ સહિત કુલ-૩૦૨ દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં ૪૬૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૦૭ સહિત કુલ-૧૨૭૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા.૧૫ મી ના રોજ શંકાસ્પદ-૦૨, કોવિડ ડેથ વીથ કોમોર્બીટ-૦૪ અને કન્ફર્મ કોવિડ ડેથ-૦૨ દરદીઓના મૃત્યુ થયેલ છે. આજદિન સુધી શંકાસ્પદ-૩૮, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૨૭ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૨ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૪ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૯૧,૫૨૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૮૫૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૬૭૫૯ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૧૩૧૪ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા