ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કર્યું છે. પરીક્ષા આગામી 26મી માર્ચથી શરૂ થશે અને 8મી એપ્રિલે પૂરી થશે. જેમાં પ્રથમ પેપર ગુજરાતી વિષયનું રાખવામાં આવ્યું છે. આ સિવાય આ જાહેરાતમાં વિષયોની પરીક્ષા શાળાકક્ષાએ ક્રિયાત્મક, મૌખિક અને લેખિત સ્વરૂપે યોજવાની રહેશે તેવું જણાવ્યું છે પરીક્ષા આગામી 26મી માર્ચથી શરૂ થશે અને 8મી એપ્રિલે પૂરી થશે ધોરણ 5 અને 8નું પરિણામ 15મી એપ્રિલે, અન્ય ધોરણોનું પરિણામ 18મી એપ્રિલે આપવામાં આવશે પરીક્ષામાં પાંચ બ્લોક દીઠ અન્ય શાળાના એક શિક્ષકને નિરીક્ષક તરીકે રાખવાનો આદેશ
ઉત્તરવહી ચકાસનાર શિક્ષકોએ પાંચ દિવસમાં ચેક કરી શાળાને પરત કરવા સૂચના