સુરતઃ પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ સામાન્ય સભાની શરૂઆત પહેલાં જ આવી ગયાં અને સભામાં બજેટની ચર્ચા માટે રિહર્સલ કરતાં જોવા મળ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ બીજા દિવસની સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થાય તેનો ઘણો સમય પહેલા જ આવી ગયાં હતા. સભા હોલ ખાલી હતો ત્યારે ભાજપના કોર્પોરેટર ચૌમલ પોતાની જગ્યા પર ઉભા રહી ગયા હતા. પોતે બોલવાના હોય તેનું રિહર્સલ કરતાં જોવા મળ્યા હતા. સભાખંડમાં ડાયસ ખાલી અને કોર્પોરેટરો પણ હાજર ન હોવાથી વિજય ચૌમલને રિહર્સલ કરતાં જોઈ હાજર લોકોમાં આશ્ચર્ય સાથે હાસ્ય ફેલાયું હતું.
Related Posts
નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા Remdesivir ઈન્જેકશનની કરાયેલી જરૂરી વ્યવસ્થા
નર્મદામા સરકાર દ્વારા ડેજીગ્નેટ કરેલ ખાનગી હોસ્પિટલોના દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા Remdesivir ઈન્જેકશનની કરાયેલી…
*ગરબાનો સદુપયોગ ચકલીના માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ.*
નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીના ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીના ગરબાનું અનેરૂ…
⭕ ગુજરાતમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,289 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 396 કેસમાંથી અમદાવાદ 277,વડોદરા 35,સુરત 29,ગાંધીનગર 9,જૂનાગઢ 8,ગીર સોમનાથ 6,અરવલ્લી 5,રાજકોટ -મહેસાણા 4, આણંદ-તાપી 3, મહિસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલી 2, નવસારી-પોરબંદર-મોરબી…