નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર ફેકટરી સામે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લઈ
અકસ્માત કરતા રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત.
રાજપીપળા,તા-9
નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર ફેકટરી સામે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફટમાં લઈ
અકસ્માત કરતા રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે.આ અંગે આમલેથા પોલીસ મથકમાં ફરીયાદી
નરેશભાઈ લક્ષ્મણભાઈ કોટારા (રહે. ૫૬ શ્રધ્ધા રો હાઉસ જકાતનાકા વરાછા રોડ)એ અજાણ્યા વાહન ચાલક
સામે ફરીયાદ કરી છે.
ફરીયાદની વિગત મુજબ કોઇ અજાણ્યા વાહન ચાલકે મરનાર સુનીલભાઇ નામના ઇસમને અડફેટમા લઇ
અસ્માત કરી માથામાં કપાળના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યુ હતુ
વાહન ચાલક અકસ્માત કરી નાસી જતા આમલેથા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોતનો ગુનો
નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર: જયોતિ જગતાપરાજપીપળા