તિલકવાડા તાલુકાના ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું
નદીમાં ડૂબી જતા મોત
રાજપીપળા,તા૧૫
તિલકવાડા તાલુકાના ડાભીયા ગામની અકિવીની નદીમાં ભેસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું
નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજ્યુ છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદનોંધાઇ છે.
બનાવની વિગત મુજબ તા.૧૪/૪/ર ૧ ના રોજ ડાભીયા ગામે મરનાર દિનેશભાઇ કંચનભાઇ તડવી (ઉ.વ. ૫૦
રહે. ડાભીયા) પોતાની ભેંસને ગામની ભાગોળે આવેલ અવિની નદીમાં પાણી પીવડાવવા માટે બપોરનાઆશરે સાડા બાર વાગ્યાના અરસામાં લઇ ગયેલ. ત્યારે કોઇ અગમ્ય કારણોસર નદીના પાણીમાં ડુબી જતા તેનું
મોત નીપજ્યુ હતુ.મરણ ની ખબર જગદીશભાઈ દિનેશભાઇ તડવી (રહે. ડાભીયા) એ કરતા પોલીસે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા