મુખ્ય સમાચાર.

*રેલવે તંત્ર 12 મેથી 15 પેસેન્જર ટ્રેનો ફરી શરૂ કરશે*
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ આજે જાહેરાત કરી છે કે તે 12મી મેથી 15 ટ્રેનો સાથે પેસેન્જર ટ્રેન સેવા ધીમે ધીમે ફરી શરૂ કરવાની છે. આ સેવામાં રીટર્ન સફરનો પણ સમાવેશ થાય છે.શરૂઆતના તબક્કામાં, નવી દિલ્હી સ્ટેશનેથી વિશેષ ટ્રેનો તરીકે 15 ટ્રેનોની જોડીને દોડાવવામાં આવશે. આ ટ્રેનો નવી દિલ્હી અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ, દિબ્રુગઢ, અગરતાલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકન્દ્રાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ અને જમ્મુ તવી વચ્ચે દોડાવાશે.રેલવે 12 મેથી તેની પસંદગીની પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરશે. તમામ પેસેન્જર ટ્રેનો એસી કોચમાં દોડાવાશે. આ ટ્રેનો મર્યાદિત સ્ટેશનો પર ઊભી રાખવામાં આવશે. આ ટ્રેનોમાં પ્રવાસ માટે રાજધાની ટ્રેન જેટલું જ ભાડું લેવામાં આવશે.
*********
*આજે વડાપ્રધાન મોદી કરશે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા*
દેશમાં કોરોના વાયરસના સંકટને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ વાગ્યે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફ્રેસિંગ મારફત બેઠક કરશે. આ બેઠકમાં કોરોના સંકટ અને લોકડાઉન લોકડાઉન ને લઇને ચર્ચા કરવામાં આવશે. તેમજ મુખ્યપ્રધાનો પાસે સૂચનો માંગવામાં આવી શકે છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ 27 એપ્રિલે પણ તમામ મુખ્યપ્રધાનોની સાથે વીડિયો કોન્ફ્રેસિંગથી ચર્ચા કરી હતી. આજે લોકડાઉન પર મુખ્યમંત્રીઓ સાથે ફરી વાત કરશે
***********
*12 મેથી દેશમાં ટ્રેન ચલાવવાની મોદી સરકારની તૈયારી*
ઈન્ડિયન રેલવેએ કહ્યુ છે કે,15 ટ્રેન સાથે શરૂઆતમાં 12 મેથી પેસેન્જર ટ્રેન સેવાઓને ધીરે-ધીરે શરૂઆત કરવાની યોજના પર કામ કરી રહી છે. રેલવે કહ્યુ છે કે, ઘણી ટ્રેન નવી દિલ્હીથી ચાલશે અને આરક્ષણ માટે 11 મેના સાંજે 4 વાગ્યાથી બુકિંગ શરૂ થશે અને માત્ર IRCTC ની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. તેમણે કહ્યુ કે, સ્ટેશનો પર ટિકટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે અને પ્લેટફોર્મ ટિકટ સહિત કોઈ કાઉન્ટર ટિકટ જાહેર કરવામાં આવશે નથી. આ યાત્રામાં માસ્ક પહેરવુ ફરજિયાત રહેશે અને પ્રસ્થાનના સમયે સ્ક્રિનિંગથી પસારથવુ પડશે. ટ્રેનમાં માત્ર વિષમ મુસાફરોને જ મંજૂરી આપવામાં આવશે.
********
*દિલ્હી, મુંબઇ, રાંચી અને પટણા માટે વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી ચાલી* રહી છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. આ યોજના હેઠળ ટ્રેન દિલ્હીથી 15 શહેરો સુધી દોડશે. 12 મેથી દિલ્હીથી બેંગલુરુ સુધીની ટ્રેન ચલાવવાની પણ યોજના છે. પિયુષ ગોયલે ટ્વીટમાં લખ્યું છે કે, રેલ્વે બારી-બારી પેસેન્જર ટ્રેનો ચલાવવા વિશે વિચારી રહી છે. તેની શરૂઆત 12 મેથી થઈ શકે છે. શરૂઆતમાં 15 જોડી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો નવી દિલ્હીથી શરૂ થશે અને દેશના વિવિધ સ્ટેશનો પર જશે. વિશેષ ટ્રેનનું બુકિંગ 11 મે સોમવારથી સાંજે 4 વાગ્યે શરૂ થશે.
*******
*મહારાષ્ટ્રમાં કોરોનાનું રૌદ્ર સ્વરુપ 1165 નવા દર્દીઓ*
પુણે સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના વાઈરસના ચેપનો પગપેસારો વધુને વધુ મજબૂત થયો છે. રાજ્યભરમાં પરિસ્થિતિ પર હજીય કાબૂ મેળવી શકાયો નથી. ચિંતાની વાત એ છે કે મૃત્યુદર દિવસે દિવસે વધી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના ૪૮ દર્દીએ જીવ ગુમાવતા રાજ્યમાં મરણાંક વધીને ૭૭૯ થયો છે. આમ મૃત્યુ દર વધતાં રાજ્યમાં લોકો ચિંતામાં ડૂબી ગયા છે. ભયભીત બની ગયા છે. જ્યારે કોરોનાના નવા ૧૧૬૫ દર્દી નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તની સંખ્યા વધીને આંક ૨૦ હજાર તો પાર કર્યો છે. એટલે કે ૨૦,૨૨૮ સુધી પહોંચ્યો છે. જ્યારે મુંબઈમાં કોરોનાના દર્દીની સંખ્યા ૧૨૮૬૪ થઈ છે. અને પુણેમાં ૨૦૯૩ સુધી પહોંચી છે.
********
*ટ્રેન સાથે એવી વિચિત્ર ઘટના બની*
સુરત. કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે ફસાયેલા સુરતના શ્રમિકોને લઇને ગતરોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવા નીકળેલી ટ્રેન સાથે એક એવી વિચિત્ર ઘટના બની છે. આ ટ્રેન આજે ઉત્તર પ્રદેશના ભટોલી રેલવે સ્ટ્રેશનથી 3 કિલોમિટર દૂર હતી ત્યારે સવારે સાત વાગ્યે અચાનક એન્જીન 3 ડબ્બા લઇને આગળ નીકળી ગયું અને પાછળ 20 ડબ્બા રહી ગયા હતા. આ ઘટનાએ લઇને ટ્રેનમાં રહેલા શ્રમિકો દ્વારા હંગામો મચાવતા ટ્રેન ગાર્ડ દ્વારા નજીકના સ્ટેશન માસ્તરને જાણકારી આપી હતી. જોકે, સવારે 7 વાગ્યે બનેલી ઘટના બાદ એન્જીન અગિયાર વાગ્યે આવતા આ ટ્રેન આગળ ગઈ હતી. જ્યારે પાણી વગર ટ્રેનમાં રહેલા શ્રમિકોની હાલત બેહાલ બની હતી.
અન્ય કોઈ ટ્રેન નહીં આવતા મોટી જાનહાની થતા અટકી
**********
*સુરતથી 200 ટ્રેનો દોડાવવાનું શિડયુલ તૈયાર*
સમ્રગ દેશમાં એક જ અઠવાડિયામાં સુરત શહેરમાંથી સૌથી વધુ 60 શ્રમિક સુપરફાસ્ટ ટ્રેનો ઉતરપ્રદેશ, ઓડિશા, બિહાર અને ઝારખંડ ના વતનીઓને સુરતથી લઇને રવાના થઇ છે. આ ટ્રેનો સાથે જ આગામી 17 મી મે સુધી આ રાજયોમાં 200 થી વધુ ટ્રેનો દોડાવવાનું શિડયુલ જિલ્લા કલેકટરે રેલ્વે મંત્રાલય તથા જુદા-જુદા રાજયોને મોકલી આપ્યુ છે.લોકડાઉનમાં સુરત શહેરમાં વસતા પરપ્રાંતીયોને ટ્રેન મારફત વતન મોકલવાની શરૃઆત કર્યા બાદ પ્રથમ ટ્રેન ઓડિશા માટે રવાના થઇ હતી.ત્યારબાદ આ ટ્રેનો મોકલવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે.
********
*સુરતમાં સસ્પેન્ડેડ અધિકારીઓ નોકરી પર પરત લેવાયા*
મ્યુનિ.એ તમામને કોર્ટના આખરી ચુકાદાને આધીન શરતી ધોરણે ફરજ ઉપર લીધાકોરોનાની મહામારીના કારણે પાલિકામાં વધુને વધુ સ્ટાફની જરૃરિયાત પડતા જ તક્ષશીલા દુર્ધટનામાં ધરપકડ બાદ જામીન પર છુટેલા બે અધિકારીઓ સહિત અન્ય વિભાગના અધિકારીઓ, બેલદારો,સફાઇ કામદાર સહિત 11 ને ફરજ પર પાછા લઇ લેવાયા છે.સુરતમાં ચકચારી તક્ષશીલાની કમભાગી દુર્ધટનાને લઇને પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇને ફાયર વિભાગના બે ઓફિસર સંજય કુમાર આચાર્ય અને કિર્તી મોડની ધરપકડ થતા જ બન્નેને ફરજ મોકૂફ કરી દેવાયા હતા.આ સાથે પાલિકા દ્વારા અલગ અલગ કેસોમાં જુનિયર ઇજનેર, ટેકનીકલ આસિ., ઝુ કિપર, બેલદાર અને સફાઇ કામદાર મળીને 11 ને અલગ અલગ કેસોમાં તથા એસીબીમાં પકડાયેલાઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. હાલમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકા કમિશ્નરે આ તમામને એસીબીની તપાસ, પોલીસ કેસ, કોર્ટ કેસ, ખાતાકીય તપાસમાં આખરી ચુકાદાને આધીન ફરજ પર હાજર કરાયા છે.
********
*સુરત શિક્ષણ સમિતિની શાળાના બાળકો સરકારી અનાજથી વંચિત*
સુરત. મહાનગરપાલિકાની 6.92 કરોડના બજેટ સાથે ચાલતી શિક્ષણ સમિતિની 328 શાળાઓના 1 લાખ 58 હજાર બાળકો મધ્યાહન ભોજન અંતર્ગત સરકારી અનાજના લાભથી વંચિત રહી ગયા હોવાનું સામે આવ્યું છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અપાયેલી કૂપનની તારીખ વીતી ગયા બાદ પણ અનાજનો જથ્થો મળ્યો ન હોવાની બુમો પાડી રહ્યા છે. ભીમપોર, ડુમસ અને સુલતાનાબાદ સહિતની ચાર શાળાના ધોરણ 1થી 8ના 500 જેટલા વિદ્યાર્થીઓ આખરે ધક્કાઓ ખાય કંટાળી જતા સામે આવ્યા છે. એટલું જ નહીં પણ ભીમપોર ગામના સામાજિક કાર્યકર્તાએ મુખ્યમંત્રીને લેખિતમાં મેઈલ કરી ફરિયાદ પણ કરી છે
********
*આરોગ્ય ખાતાનું વધુ એક છબરડો બહાર આવ્યું*
*અંધેર વહીવટે અમદાવાદમાં એક જીવતાં દર્દીને હોસ્પિટલવાળાએ કાગળ ઉપર મૃત જાહેર કરી દીધો હતો*
સુરેન્દ્રનગર. સરકારી અધિકારીઓનો વધુ એક અંધેર વહીવટનો કિસ્સો સામે આવ્યો છે. ડૉ.જગદીશ ત્રિવેદીએ પ્રથમ લોકડાઉન લોકડાઉનનું પાલન શરૂ ત્યાર બાદ બીજું અને ત્રીજું લોકડાઉન જાહેર થતા તેઓ છેલ્લા 50 દિવસથી ઘર બહાર નીકળ્યા જ નથી. જેને સાંજે પાંચ વાગ્યે વઢવાણ આરોગ્ય કચેરીના ચાર અધિકારી તેમના નામનો સરકારી ઓર્ડર લઈ ક્વોરન્ટીન કરવા આવ્યા હતા.કોઈ કોકીલાબહેન નામના મહિલા અધિકારીએ આ લોકોને ડૉ.જગદીશ ત્રિવેદીના ઘરે મોકલ્યા હતા આ સમયે ડૉ.જગદીશ ત્રિવેદીએ સરકારી માણસોને જણાવ્યું કે અમારી શેરીમાં કોઈ એક દંપતી અમદાવાદથી આવ્યું છે બાકી હું કે મારા પત્ની બન્ને તો 50 દિવસથી ઘરમાં જ છીએ. ત્યારબાદ એ અધિકારીઓ સાચા સરનામે ગયા હતા. આવો અંધેર વહીવટ ગામોગામ જોવા મળે છે. અમદાવાદમાં એક જીવતાં દર્દીને હોસ્પિટલવાળાએ કાગળ ઉપર મૃત જાહેર કરી દીધો હતો. જગદીશ ત્રિવેદીએ પોતાની હળવી શૈલીમાં કહ્યું હતું કે મેં 50 દિવસથી સામાજિક અંતરનું કડક પાલન કર્યું એ બદલ મારું સન્માન કરવાને બદલે આ કર્મચારીઓ મારું અપમાન કરવા આવ્યા હતા
**********
*અંબાજીના બજારો સંપુર્ણ પણ બંધ રહેશે*
હાલ તબક્કે દાંતા તાલુકામાં કોરોનાના સંક્રમણને યાત્રાધામ અંબાજીમાં અંબાજી ગ્રામ પંચાયત અને પોલીસ ની સહીયારી અંબાજીના અગ્રણી વેપારીઓ સહીત આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી હતી દાંતા તાલુકામાં કોરોનાના સંક્રમણ અંગે માહીતગાર કર્યા હતા એટલુ જ નહી અંબાજીમાં હજી સુધી એકપણ કોરોના નો પોઝીટીવ કેસ નથી ને આવે પણ નહી તેવી સાવચેતી રાખવા અનુરોધ કરાયો હતો સાથે અંબાજીના બજારો પણ સ્વેત્છીક બંધ રાખવા અનુરોધ કરતા વેપારો દ્વારા હાલની પરિસ્થિતિની ગંભીરતા જોઈ અંબાજી ના વેપારીઓએ સ્વૈચ્છીક રીતે કરિયાણાની દુકાનો મંગળવાર સુધી બંધ રાખશે
*********
*બનાસકાંઠામાં હોટેલ કોરોના શરૂ થઈ?*
ઉર્દૂ શબ્દ કોરોનાનો અર્થ ગુજરાતી ભાષામાં આકાશ ગંગા થાય છે ભરૂચ પાસેના હાઇવે પર પણ આ જ નામની હોટેલ છે
કેટલાક દાયકા સુધી ભારતમાં બાટા ઇન્ડિયા ને ટક્કર આપનારી શૂઝની બ્રૅન્ડ કોરોના ભંડોળની ટંચાઈને કારણે વીસેક વર્ષ પહેલાં ધરાશાયી થઈ ગઈ. કેરળમાં ગાર્મેન્ટ્સની એક દુકાનનું નામ ઘણા વખતથી કોરોના છે. સામાન્ય રીતે લોકો એની નોંધ લેતા નહોતા, પરંતુ એ નામનો રોગચાળો ફેલાયા પછી વાહનમાં કે રસ્તે ચાલતાં એ દુકાન પાસેથી પસાર થનારને ત્યાં ઊભા રહીને સેલ્ફી લેવાની ઇચ્છા થઈ જાય છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં જોધપુર-પાલી હાઇવે પર કોરોના નામની હોટેલ લોકોના આકર્ષણનો વિષય બની છે.
*********
*દિલ્હીમાં 3.5 ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી*
નવી દિલ્હીઃ દિલ્હીમાં બપોરે 1.45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. દિલ્હીમાં એક મહિનાની અંદર આ ત્રીજી વાર આ પ્રકારનો ભૂકંપ અનુભવાયો હતો. આ પહેલાં ગઈ 12-13 એપ્રિલે ભૂકંપના આંચકા આવ્યા હતા. મોસમ વિભાગ અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ નવી દિલ્હીથી દૂર દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ નજીક હતું. આ પહેલાં ભૂકંપ 12-13 એપ્રિલે12 એપ્રિલે સાંજે 5.45 કલાકે દિલ્હીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે આંચકો એટલો તીવ્ર હતો કે લોકોએ એમના ઘરોમાં એનો અનુભવ કર્યો હતો.
********
*રાજધાની દિલ્હી આસપાસના વિસ્તારોમાં હવામાનમાં પલટો*
રાજધાની દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં રવિવારે સવારે હવામાનમાં અચાનક પલટો આવી ગયો હતો. જેના કારણે દિલ્હીમાં ઘટાટોપ વાદળો છવાઇ જતાં દિવસે અંધારા છવાઇ ગયું હતુ. તેમજ ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડી હતી. અમુક સમય સુધી વીજળીના કડાકા બાદ ભારે વરસાદી ઝાપટુ પડ્યું. જેના કારણે રાજધાનીના ઘણા ભાગોમાં વીજળી પણ ગુલ થઇ ગઇ હતીહવામાન વિભાગે પહેલા જ હવામાનમાં પલટાની ચેતવણી આપી દીધી હતી
********
*આરોગ્ય સેતુ એપથી 300 નવા હોટસ્પોટની જાણકારી મળી*
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના સંકટનો સામનો કરવામાં મદદરૂપ થવા માટે નરેન્દ્ર મોદી સરકારે ‘આરોગ્ય સેતુ’ એપ્લિકેશન તૈયાર કરી છે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું છે કે આ એપની મદદથી દેશભરમાં કોરોના વાઈરસના નવા ઉભરતા 300 હોટસ્પોટ્સની જાણકારી મળી છે.કાંતે કહ્યું કે, ‘આરોગ્ય સેતુ’ એપ ન હોત તો આ 300 હોટસ્પોટ્સ પકડમાં આવી શક્યા ન હોત.આ એપ્લિકેશને સત્તાવાળાઓને દેશભરમાં કોરોનાના 650 હોટસ્પોટ્સ અને 300 નવા ઉભરતા હોટસ્પોટ્સની જાણકારી આપીને એલર્ટ કરી દીધા છે
*********
*અમદાવાદ: વધુ 3 કર્મચારીઓ આવ્યા કોરોના ઝપેટમાં*
ગુજરાતમાં વધુ 398 કેસ નોંધાયા છે. તો એક દિવસમાં 21 લોકોના મોત થઇ ગયા છે. તો આજે એક જ દિવસમાં કુલ 454 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોંધાયેલા 398 કેસ પૈકી એકલા અમદાવાદમાં 278 કેસ નોંધાયા છે. આજે AMCના વધુ 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે ઈજનેર વિભાગના બોડકદેવ વોર્ડના 3 કર્મચારીઓને કોરોના થયો છે. જેમાં ટેકનિકલ પરવાઈઝર, આસિસ્ટન્ટ ઈજનેર અને આસિસ્ટન્ટ સિટી ઈજનેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગુજરાતમાં વધુ ૩૯૮ કેસએક જ દિવસમાં ૨૧ લોકોના મોતછેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪૫૪ દર્દીઓને રજા અપાઇ અમદાવાદમાં વધુ ૨૭૮ કેસ નાંધાયા
*********
*એરપોર્ટ પર CISFનાં બે જવાનો પોઝીટીવ*
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પણ આખરે કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. એરપોર્ટ પર ખડેપગે રહેતા સીઆઈએસેફના બે જવાનોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. આમ એરપોર્ટને સેનેટાઇઝ કરવા સહિત અન્ય પ્રિકોશનના મામલે ઓથોરિટીની ક્યાંક ને ક્યાંક બેદરકારી છતી થઈ હોવાનું પુરવાર થઈ ગયું છે.એરપોર્ટને કરાયું સેનેટાઈઝ
***********
*ભાજપના ધારાસભ્યએ સીએમને રજૂઆત કરતા દોડધામ*
વડોદરામા કોરોના કેસના વિસ્ફોટ વચ્ચે ભાજપના જ ધારાસભ્ય શૈલેષ મહેતાએ સીએમને રજૂઆત કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. વડોદરામાં બે તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. બંને તબીબોના પિતાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં કુલ 5 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
***********
*વડોદરા ખાતે નકલી આર્મીમેન ઝડપાયો*
વડોદરામાં સાંસદ અને ગુપ્તચર ખાતાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક નકલી આર્મીમેનને ઝડપી પાડ્યો છે.આરોપીનું નામ સલમાન હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલો શખ્સ પોતાની ઓળખ આરીફ પઠાણ તરીકે આપી હતી .પરંતુ આરીફ પઠાણ ગત વર્ષે શહિદ થઈ ગયા હતા. આ આરોપી તેના મામાના ઘરે રોકાયો હતો.આર્મી ઇન્ટેલિજન્સ ની તપાસ માં સલમાન અહેમદનો ભાંડો ફૂટ્યો હતો
*******
*સુરતથી ઓરિસ્સા પહોંચેલાં 100 શ્રમિકોનો કોરોના પોઝીટીવ?*
હાલમાં સુરતથી દરરોજ 3 ટ્રેનો ઓરિસ્સા જાય છે. અત્યાર સુધીમાં કુલ 17 ટ્રેનો અને 300 થી વધુ બસો ઓરિસ્સા ગઈ છે. ઓરિસ્સા સરકારે અગાઉ માહિતી આપી હતી કે માત્ર 4 કેસ પોઝિટિવ મળ્યા છે, પરંતુ પાછળથી સુરતથી ઓરિસ્સા જતા કામદારોની સંખ્યા સતત વધી રહી હતી, તે મુજબ આરોગ્ય વિભાગે તપાસ કરતાં 100 જેટલાં શ્રમિકોનો કોરોના પોઝીટીવ હોવાની જાણકારી મળી છે. આ સંબંધમાં જાણકારી હાલમાં ઓરિસ્સા સરકાર દ્વારા આપવામાં આવી રહી છે.
*******
*રાજકોટમાં 10 લાખનો તમાકુ અને સોપારીનો જથ્થો ઝડપાયો*
લોકડાઉન વચ્ચે રાજકોટ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં તમાકુ અને સોપારીનો જથ્થો ઝડપાયો છે. અમુક તત્વો કાળા બજાર કરે તે પહેલા વિંછીયા તાલુકામાંથી તમાકુ, સોપારી, ગુટખા સહિતનો 10 લાખનો જથ્થો ઝડપાઈ ગયો. તમામ મુદ્દામાલ સીલ કરી નાયબ મામલદારે ત્રણ શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે
*********
*બનાસકાંઠામાં 19 લાખથી ગુટખાનો પર્દાફાશ*
મોટપાયે તમાકુ અને ગુટકાની ગેરકાદેસર રીતે હેરફેરીનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લાની ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી પોલીસે અમદાવાદથી થરાદ જતી ટ્રકને ઝડપી પાડી. જે ટ્રકમાં 19 લાખથી વધુના ગુટખા અને તમાકુંની હેરફેર કરવામાં આવી રહી હતી.
મોટા ભાગના વેપારીઓ તમાકુનો બમણો ભાવ વસૂલ કરી રહ્યા છે. જેનો લાભ લેવા માટે રાતના અંધારામાં તમાકુ તથા ગુટખાની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેથી આ સમગ્ર મામલે પોલીસે ટ્રક અને તમાંકુનો જથ્થો કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
**********
*શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બે મજૂરોના મોત થી હડકંપ*
ગુજરાતથી ઉત્તર પ્રદેશ પહોંચેલી ટ્રેનમાં બે શ્રમિકોના મોતથી હડકંપ મચી ગયો. ભાવનગરથી બસ્તી પહોંચેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં એક શ્રમિકનું માર્ગમાં મોત નિપજ્યું. તેના મૃતદેહને ચારબાગ સ્ટેશન પર ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તો આ તરફ ગુજરાતના ધોળાથી લખનૌ પહોચેલી અન્ય એક ટ્રેનના જનરલ કોચમાં પણ યુવકનો મૃતદેહ મળી આવ્યો. ભાવનગરથી ઉપડેલી ટ્રેનમાં જે શ્રમિકનું મોત થયું તેનું નામ કન્હૈયા લાલ હતુ. અને તે સીતાપુરનો રહેવાસી હતો. યુવકના ખિસ્સામાંથી મેડિકલ સર્ટિફિકેટ મળ્યું. જેમાં તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાઇ આવ્યું. આ ઉપરાંત ખિસ્સામાંથી તાવની કેટલીક દવા પણ મળી આવી. તો બીજી તરફ ધોળાથી ચારબાગ પહોંચેલી ટ્રેનના જનરલ કોચમાં મૃત મળી આવેલો યુવક જૌનપુરનો નિવાસી હીરાલાલ બિંદ હોવાનું માલુમ પડ્યું. સહયાત્રીઓના જણાવ્યા પ્રમાણે કાનપુર સુધી તો તેની તબિયત સારી હતી. પરંતુ ત્યારબાદ તેની તબિયત બગડી ગઇ. અને તેનું મોત નિપજ્યું હતુ.
***********
*કેરીની હરાજી શરૂપ્રથમ બોક્ષ 12 હજાર રુપીયામાં વેચાયું*
માકેઁટીંગ યાડઁ ખાતેથી હરાજી શરૂ કરાઇ છે. સોશ્યલ ડીસ્ટન્સ અને ફરજીયાત માસ્કના નિયમ સાથે હરાજી પ્રકિયા શરૂ કરાઇ છે. હરાજી પૂર્વે માકેઁટીંગ યાડઁમા સેનેટાઇઝરનો છંટકાવ, કેરીના વાહનો તથા બોક્ષ પર સેનેટાઇઝરનો છંટકાવ કરાયો હતો.સાંસદ રાજેશ ચુડાસમાએ હરાજીમાં પ્રથમ બોક્ષ 12 હજાર રુપીયામાં ખરીદ્યું પ્રથમ દિવસે આઠ હજાર જેટલા કેરીના બોક્ષની આવક નોંધાઇ હતી. જે ગત વષઁની સરખામણી કરતા ઓછી છે. કેસર કેરીનો પ્રારંભ કરાવનાર સાંસદ રાજેશ ચુડાસમાએ હરાજીમાં પ્રથમ બોક્ષ 12 હજાર રુપીયામાં ખરીદ્યું. જે નાણા ગૌશાળામાં મોકલાવવામા આવશે.
********
*ગાંધીનગરમાં 9 કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ કુલ આંકડો 125*
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં એકસાથે 9 કેસ પોઝિટીવ સામે આવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.કે એક જ દિવસમાં કલોલમાં 8 કેસ સામે આવ્યા હતા. ઔડા દ્વારા જાસપુર ગામમાં વોટર ટેંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આ કર્મચારીઓ ફરજ બજાવતા હતા.એક જ દિવસમાં કલોલમાં 8 કેસ સામે આવ્યા હતા. અને જ્યાં તેના બીજા દિવસે એટલે કે રવિવારે 6 કેસ સામે આવ્યા છે. જેમાં 5 લોકો જાસપુર ગામમાં જ રહે છે, જ્યારે એક વ્યક્તિ કલોલમાં રહે છે. આ તમામ લોકો 22થી 30 વર્ષ વચ્ચેના હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરમાં પોઝિટીવને કુલ આંકડો 125 પર પહોંચ્યોજ્યારે એક વ્યક્તિ ગાંધીનગર શહેરના સેક્ટર 5cનો હોવાનું સામે આવી છે તે ઉપરાંત અન્ય બે વ્યક્તિ અમદાવાદના રહેવાસી છે. ત્યારે ગાંધીનગરનો કુલ આંકડો 125 ઉપર પહોંચ્યો છે.
***********
*રાજ્યમાં કોરોનાનો કહેર રોકવા સરકારે આ 14 અધિકારીઓની કરી નિમણૂક*
અધિકારીનું નામ ક્યાં જિલ્લાની જવાબદારી
જે.ડી. દેસાઈ (IAS) મિશન ડાયરેક્ટર (NHM) મહેસાણા અને સાબરકાંઠા
ડો. નવનાથ ગવ્હાણે (IAS) ચીફપર્સોનલ ઓફીસર દ્વારકા અને જામનગર
ડો. પ્રકાશ વાઘેલા (જાહેર આરોગ્ય) આણંદ-ખેડા
ડો. નિતિન પટેલ અ.નિ. (પરિવાર કલ્યાણ) ભરુચ-નર્મદા
ડો. એચ.કે. ભાવસાર અ.નિ મોરબી સુરેન્દ્રનગર
ડો. આર.આર.દિક્ષીત અ.નિ. (તબીબી શિક્ષણ) સુરત
ડો. દિનકર રાવલ અ.નિ. (GMACL) અમરેલી-રાજકોટ
આર.એન. ડોડીયા-અ.નિ. (આંકડા) કચ્છ
ડો. ગિરીશ પરમાર-અ.નિ. (ડેન્ટલ) છોટા ઉદેપુર
ડો. જી.ઓ. માઢક (રા.આ.પ.ક.સં.) ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર
ડો. ગીરીશ ઠાકર સં.નિ. (ઓપથેલ્મીક) નવસારી-વલસાડ
ડો. આર.આર. વૈદ્ય મ.નિ. (પ.ક.) ભાવનગર
ડો. યુ.બી. ગાંધી-મ.નિ.(ભ.સે.) દાહોદ-મહીસાગર
ડો. જી.સી. પટેલ ના.નિ. (એપેડેમીક) ડાંગ- તાપી
**********
*મહેસાણાની શાકમાર્કેટમાં આગ લાગતા અફરાતફરી*
જાહેરમાં જ કચરો સળગાવવામાં આવતા આગના તણખા પ્લાસ્ટિકના કેરેટ અને બારદાનના ગોડાઉન સુધી પહોંચ્યા. જેના કારણે જોતજોતામાં ગોડાઉનમાં પણ આગ ફાટી નીકળી. મામલાની જાણ થતાં 3 ફાયર ફાયટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. આગને કારણે ગોડાઉનમાં પ્લાસ્ટિકના કેરેટ અને બરદાન આગમાં બળીને ખાખ થઇ ગયા. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂરદૂર સુધી જોવા મળ્યા
**********