વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિરઆવતીકાલ 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલશે

વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિરઆવતીકાલ 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલશે

ભક્તોમાં આનંદની લાગણી

ફક્ત દર્શન માટે મન્દિરસવારે 7થી સાંજના 6.30સુધી ખુલ્લું રહેશે

ધર્મશાળા અને અન્ન ક્ષેત્ર બંધ રહેશે

રાજપીપલા,તા 10

ગુજરાત મા નર્મદા તટે આવેલ વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર આવતીકાલ 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલશે. સરકાર ના આદેશ મુજબ 11જૂન થી ધાર્મિક સ્થાનો સરકારની ગાઈડ લાઈન પ્રમાણે શરૂ કરવાનો આદેશ થતા ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ અંગે મન્દિર ના ટ્રસ્ટી રજની કુમાર પંડ્યાએ જણાવ્યું છે કે ફક્ત દર્શન માટે મન્દિર આવતીકાલથી સવારે 7થી સાંજના 6.30સુધી ખુલ્લું રહેશે.ધર્મશાળા અને અન્ન ક્ષેત્ર બંધ રહેશે.

બે મહિનાના લોકડાઉન પછી પછી ગુજરાતના નર્મદા તટે આવેલ કુબેર ભંડારી મંદિર ના કપાટ ના દ્વાર આવતીકાલથી 11 જૂન થીખુલવા જઈ રહ્યું છેત્યારે દેશ ભરમાંથી લાખોની સંખ્યામા ઉમટતા ભક્તો માટે સારા સમાચાર છે.

કુબેર દાદા નુ મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ હોવાથી અહીં દરેક ભક્તોની માનતા અમાસ ભરવાથી પૂર્ણ થતી હોવાથી દેશભરમાંથી લાખોની સંખ્યામાંભક્તો અહીં દર્શન માટે ઉમટે છે.
જોકે કોરોના ને કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે છેલ્લા બે માસથી કુબેર ભંડારી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. હવે સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે કાલે ૧૧ મી જુને ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી આપી છે. તે મુજબ સરકારના નિર્ણયને આવકારી ને આવતીકાલે ૧૧ મીથી કુબેર ભંડારી મંદિર દર્શન માટેખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટી કુમાર પંડ્યા એ મ જણાવ્યું છે કે આવતીકાલે આ વખતે ભક્તોએ મંદિરમાં ફક્ત દર્શન જ કરવાના રહેશે. સાથે શ્રીફળ,દૂધ,ચુંદડી, સાડી, ધોતી કશું પણ સાથે લાવવાનું નથી.અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે. તથા હેન્ડ વોશ કરવાના રહેશે. કોઈ પણ જગ્યાએ ભીડ કરવાની નથી. કોરોના ને કારણે ધર્મશાળા અન્નક્ષેત્ર પણ બંધ રાખવામાં આવેલ છે. આમ આવતીકાલથી બે મહિના પછી કુબેર ભંડારી મંદિરે ભક્તો દર્શન કરવા ઉમટી પડશે


તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા