મુખ્યમંત્રીના હસ્તે અસંગઠિત ક્ષેત્ર-અન ઓર્ગેનાઇઝડ સેક્ટર-બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણપોર્ટલ-મોબાઇલ એપના લોન્ચીંગ કાર્યક્રમમાં નર્મદા જિલ્લો બન્યો સહભાગી
નર્મદા જિલ્લામાં અસંગઠિત ક્ષેત્ર-બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેની કામગીરી
હાથ ધરવા જિલ્લા કલેક્ટરશની સુચના
–
રાજપીપલા,તા 10
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગઇકાલે ગાંધીનગર ખાતેથી ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્ર-અન ઓર્ગેનાઇઝડ સેક્ટર-બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણપોર્ટલ-મોબાઇલ એપના યોજાયેલાં લોન્ચીંગ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ વગેરેએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઇને જિલ્લા પ્રસાશન તેમાં સહભાગી બન્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે થયેલ ઉક્ત કાર્યક્રમના લોન્ચીંગ બાદ નર્મદા જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓને સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે નર્મદા જિલ્લામાં “U-WIN” કાર્ડ તેમજ ઇ-નિર્માણ પોર્ટલ દ્વારા બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણીની કામગીરી સત્વરે હાથ ધરીને સંબંધિતોને નોંધણીકાર્ડ નિયત સમયમર્યાદામાં મળી રહે તે રીતનું આયોજન ઘડી કાઢવા તેમણે સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ તરફથી ઉક્ત કામગીરી માટે જિલ્લાના નાયબ કલેક્ટરશ્રીઓ, કૃષિ-આઇસીડીએસ, આરોગ્ય, સહકાર, મત્સ્યોદ્યોગ, બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મધ્યાહન ભોજન, તમામ તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલીકાના ચીફ ઓફિસરશ્રી, આરટીઓ તેમજ જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતના DLE,TLE,VLE સહિતના અધિકારીશ્રીઓ વગેરેને નર્મદા જિલ્લામાં ઉક્ત કામગીરી હાથ ધરી તે અંગેના સુપરવિઝન-સંકલનની જવાબદારી સોંપી છે અને તેનું સુચારૂ અમલીકરણ થાય તે માટે તા.૧૦ મી જૂન ના રોજ ઉક્ત અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટર શાહે બેઠક પણ યોજી છે.
તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા