નર્મદા :ક્રાઇમ ન્યૂઝ :
રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરીમારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ
પતિ, સાસુ, દિયર, દેરાણી સહિત સાસરિયા પક્ષના 6ઈસમો સામે પરિણીતાની પોલીસ ફરિયાદ
રાજપીપલા, તા22
રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરીમારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની પતિ, સાસુ, દિયર, દેરાણી સહિત સાસરિયા પક્ષના 6ઈસમો સામે પરિણીતાની પોલીસ ફરિયાદરાજપીપલા પોલીસ મથકમાં નોંધાઈ છે.
જેમાં ફરિયાદી સુરૈયાબાનુ તે ઇમિયાઝખાન પઠાણ ની પુત્રી અને મુદત સરખાન મનોવરખાન પઠાણ ની પત્નિ (હાલ રહે.સિંધી
વાડ દક્ષીણ ફળીયુ રાજપીપલા જી.નર્મદા)એ
આરોપીઓ
(૧) મુદતસરખાન મનવરખાન પઠાણ (૨) સાસુ સમીમબાનુ મનોવરખાન પઠાણ (૩) દિયર મુંન્તઝીરખાન
મનવરખાન પઠાણ (૪) દિયર મોહસીનખાન મનોવરખાન પઠાણ (૫) દેરાણી ફોઝીયાબાનુ મુન્તઝીરખાન |
પઠાણ (૬) દેરાણી ઉઝમાબાનું મોહસીનખાન પઠાણ (તમામ રહે-ઘરનં-૩૯, મુ.મનપસંદ સોસાયટી, બાબેન,
બારડોલી, તા.બારડોલી જી.સુરત)સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર
આરોપીઓએ ફરિયાદી બહેનને ઘરના કામકાજ બાબતે ખોટી ચઢામણી કરતા આરોપી તેનો પતિ મુદતસરખાન દારૂપીને ફરીયાદીબેન સાથે વાંક ગુના વગર મારઝુડ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દહેજની માંગણીઓ કરી ઘરમાંથી
કાઢી મુકી શારિરીક માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપીતથા બીજાઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરતા પોલીસે દહેજ પ્રતિબંધક ધારામુજબ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા