બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
કેવડિયા ટેન્ટ સીટી બન્યું ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો.
ટેન્ટ સીટી-1 અને 2મા છેલ્લાઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગરસીક્યુરીટી એજન્સીઓ
સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયું
લાયસન્સ વગર ચાલતી બે સીક્યુરીટી એજન્સીઓ ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા
પોલીસ
ટેન્ટ સીટી-1 અને 2મા છેલ્લાઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગરસીક્યુરીટી એજન્સીઓ
સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરતા હતા!
રાજપીપલા, તા 10
કેવડિયા ટેન્ટ સીટી બન્યું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું છે. થોડા વખત પહેલા જ ટેન્ટ સીટીમા વધારા ના ટેન્ટ બનાવી સરકારી જમીનમાં સાગ અને ખાખરાના વૃક્ષકાપી ગેરકાયદેસર વૃક્ષ છેદન કરવા બદલ કંપનીને વન વિભાગે એક લાખનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી ખરી સ્વ ખર્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવાના સમાચારની શાહી હજી શુકાઇ નથી ત્યાં હવે ટેન્ટ સીટી-1 અને 2મા છેલ્લાઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગરસીક્યુરીટી એજન્સીઓદ્વારા સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંછે. આ ગુનામાં નર્મદા
એસ.ઓ.જીપોલીસે લાયસન્સ વગર ચાલતી બે સીક્યુરીટી એજન્સીઓ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અનધિકૃત રીતે ચાલતી પ્રાઈવેટ સીક્યુરીટી એજન્સીઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી
કરવા અંગેની ડ્રાઈવ રાખેલ જે અનુસંધાને નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટે તાબાનાં માણસોને
પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હતી.જે અનુસંધાને પો.સ.ઈ એચ.વી.તડવી તથા
એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા ગેરકાયદેસર ચાલતી સીક્યુરીટી એજન્સી શોધી કાઢવા
પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી અધારે (૧) શુભમ ઇન્ટરનેશનલ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ
સિક્યુરીટી (SIS) ના માલિક શ્રવણકુમાર પુરષોત્તમદાસ દ્વીવેદી (રહેવાસી, ૧૫૨૮, સત્ય નારાયણ મંદીર
કડવા પોલ દરિયાપુર અમદાવાદ ના કેવડીયા ટેન્ટ સીટી-૧ )તથા (૨) અનીન કન્સલટન્સી સર્વીસ
પ્રા.લી. (Acs)ના માલિક અનીનદિતો અરૂપ ગુહા (રહેવાસી, કે-૧૦૧ સેક્ટર-૧, સનસીટી અપોઝીટ
દુલ્હન પાર્ટી પ્લોટ, એસ.પી. રીંગ રોડ બોપલ, અમદાવાદ ના કેવડીયા ટેન્ટ સીટી-૨ )માં છેલ્લાઘણા સમયથી લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર સીક્યુરીટી ગાર્ડ સપ્લાય કરતા હોય જેથી તેઓની
વિરૂધ્ધમાં કેવડીયા પો.સ્ટે.માં ખાનગી સલામતી એજન્સી (નિયંત્રણ) ધારા ૨૦૦૫ હેઠળ બન્નેસીક્યુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ અલગ-અલગ ગુના દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.
તસવીર :જ્યોતી જગતાપ, રાજપીપલા