રાજપીપલા વિસ્તારની ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ
કુલ-૪ આરોપીઓ પાસા મા ધકેલાયા
પાસા હેઠળ આરોપીઓને કચ્છ ભુજ, ભાવનગર, પાલનપૂર, જૂનાગઢની જેલમા ધકેલાયા
રાજપીપલા, તા 9
રાજપીપલા વિસ્તારની ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ
કુલ-૪ આરોપીઓ પાસા મા ધકેલી આરોપીઓને કચ્છ ભુજ, ભાવનગર, પાલનપૂર, જૂનાગઢની જેલમા ધકેલી દેવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ના માર્ગદર્શન અને સુચના
મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ સખત
અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શન
અનુસંધાને પો.ઇન્સ
રાજપીપલા દ્વારા રાજપીપલા
પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીના કામે વાપરવામાં
આવતી ડ્રીપ એરીગેશનની પાઇપ ચોરીના ગુનામા સંડોવાયેલ 4આરોપીઓ ઝડપાયા હતા. એ તમામ કુલ-૪ આરોપીઓની પ્રવૃતિને ડામવા સારૂ પાસાની દરખાસ્ત કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાંઆવી હતીજેમાં જીલ્લા મેજીસ્ટ્રેટે આ ચારેય આરોપીઓની પ્રવૃતિને
ડામવા સારૂ પાસા ધારા હેઠળ ડીટેઇન કરવા સારૂ વોરંટ ઇશ્ય કરતા એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી.
તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોએ આ ગુનાના કામે પાસા મંજુર કરવામાં આવેલ આરોપીઓ પૈકી
(૧) યોગેશભાઇ અશોકભાઇ તડવી (રહે. લાછરસ તા.નાંદોદ)ને પાસાના કામે તા.૦૫/૦૬/૨૦૨૧
ના રોજ ડીટેઇન કરી જરૂરી પોલીસ જાપ્તા સાથે કચ્છ-ભુજ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ આવેલ. (૨)
મનેષભાઇ રૂસ્તમભાઇ વસાવા (રહે. સુર્યપ્લાઝાની સામે, વજનકાંટા કમ્પાઉન્ડ, રાજપીપલા મુળ રહે. ઉભારીયા
તા.સાગબારા)ને પાસાના કામે તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ ડીટેઇન કરી જરૂરી પોલીસ જાપ્તા
સાથે ભાવનગર જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ. (૩) આકાશભાઇ ઉર્ફે અજ્જુ દિપીપભાઇ વસાવા
(રહે. વડીયા નિશાળ ફળીયુ, તા.નાંદોદ) ને પાસાના કામે તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ ડીટેઇન કરી
જરૂરી પોલીસ જાપ્તા સાથે જુનાગઢ જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ. (૪) ઉર્વિતભાઇ કાનજીભાઇ
વસાવા (રહે. અણીજરા તા.નાંદોદ)ને પાસાના કામે તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ ડીટેઇન કરી જરૂરી
પોલીસ જાપ્તા સાથે પાલનપુર જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ.
પોલીસ અધિક્ષક નર્મદએ અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો સામે સખત અટકાયતી પગલા
લેવાની સુચના અનુસંધાને નર્મદા પોલીસ આવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોની પ્રવૃતિ ડામવા માટે
સતત અને સખત અટકાયતી પગલા લેવા કટીંબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા