રાજપીપલા ખાતે વિશ્વ બ્રાહ્મણ દિવસ ઉજવાયો
ચોર્યાસીની વાડીમા લઘુરૂદ્ર, ભગવાન પરશુરામનું પૂજન, અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા
રાજપીપલા, તા 1
આજે વિશ્વ બ્રાહ્મણ દિવસ છે. જેની ઉજવણી દેશ અને દુનિયાણા એવા દેશોમાં જ્યાં બ્રાહ્મણોની વસ્તી છે જેમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશોમાં ત્યાં બ્રાહ્મણો અને તેમના સંગઠન દ્વારા બ્રાહ્મણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લામા પણ બ્રાહ્મણોના 1800 પરિવારોના 4000થી વધુ બ્રાહ્મણોની વસ્તી હોવાથી નર્મદા મા પણ આજે બ્રાહ્મણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજપીપલા ચોર્યાસીની વાડીમાં નર્મદા બ્રહ્મ સમાજ દ્વારા શરદ પંડ્યાના આચાર્ય પદે લઘુરૂદ્ર, ભગવાન પરશુરામનું પૂજન, અને મહાઆરતી ના કાર્યક્રમો યોજ્યા હતા.
આ અંગે કેતન ભાઈ પાઠક ના જણાવ્યા અનુસારબ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનાર.
“બ્રહ્મ” શબ્દના અનેક અર્થ છે,જેવાકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ, વિગેરે. એટલે આ સર્વેને જાણનારને બ્રાહ્મણ કહેવાય. એટલા માટેજ આપણા દેશની સમાજ વ્યવસ્થામાં બ્રાહ્મણોને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે તેમની પાસે એવા જ ઉચ્ચ અને પવિત્ર જીવનની અપેક્ષા પણ રાખવામાં આવી છે.
શાસ્ત્ર (સ્મૃતિગ્રંથો) અનુસાર બ્રાહ્મણનાં છ કર્મો છે: પઠન, પાઠન, યજન, યાજન, દાન અને પ્રતિગ્રહ.
અર્થાત્ ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન કરવું અને દાન લેવું આ છ કર્મ બ્રાહ્મણનાં કર્મો ગણાય છે. તેથી બ્રાહ્મણને ષટ્કર્મા પણ કહે છે.
આજ રોજ વિશ્વ બ્રાહ્મણ દિવસ ની ઉજવણી ચોર્યાસીની વાડી રાજપીપળા ખાતે જ્ઞાતિજનો ની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવી જેમાં આચાર્ય પદે શ્રી શરદ ચન્દ્ર પંડ્યા સાથે નયન ભાઈ પુરોહિત કેતનભાઇ પાઠક ઘનશ્યામભાઈ વ્યાસ કલ્પેશભાઈ પંડ્યા અને વિશાળ સંખ્યામાં બ્રહ્મા બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા