કોવિદ 19ના ગાઈડ લાઈનનું પાલન કરવાનું હોવાથી છૂટાછવાયા ગણેશ મૂર્તિના વિસર્જન કરાયા હતા.

રાજપીપલા મા દબદબાભેર કરજણ નદીમાં ગણેશમૂર્તિઓનું વિસર્જન

રાજપીપલા શહેરના નોધાયેલ 42અને ગામડાના 30મળીકૂલ 72મૂર્તિઓનું કરજણ નદીમાં વિસર્જન

પૂર્વ સંધ્યાએ યોજાઈ ફ્લેગ માર્ચ

રાજપીપલા, તા 20

દશ દશ દિવસ ના આતીથ્ય બાદ ગણેશ વિસર્જન ની વેળા આવી જતા બે દિવસથી રાજપીપલા અને આજુબાજુ ના ગામડાઓમા નાના મોટા ગણેશ પ્રતિમાઓના વિસાર્જન શરૂ થયાં હતા. માત્ર 15લોકોની હાજરીમા કોવિદ 19ના ગાઈડ લાઈનનું પાલન કરવાનું હોવાથી છૂટાછવાયા ગણેશ મૂર્તિના વિસર્જન કરાયા હતા. જેમાં શનિવારે પો સ્ટે ની હદમાં કુલ.15 ગણપતિ વિસર્જન કરવામાં આવ્યા હતા. તથા ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ રાજપીપલા ખાતે ફ્લેગ માર્ચ નીકળી હતી.જેનો રૂટ નાગરિક બેન્ક સફેદ ટાવર સુર્ય દરવાજા લાલટાવર. જુના પો સ્ટે આશાપુરા માતાજી મંદિર કાછીયાવાડ કાળા ઘોડા રંગ અવધૂત પરત પો સ્ટે પરત આવી હતી.
આજે ગણેશ વિસર્જન ટાણે નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. જેમાં આજે રાજપીપલા શહેરના નોધાયેલ 42અને ગામડાના 30મળીકૂલ 72મૂર્તિઓનું કરજણ નદીમાં વિસર્જન કર્યા હતા. જોકે મોટા ભાગના ભક્તોએ ઘરે સ્થાપના કરી હતી જેથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ઘરોમાં જછેલ્લી આરતી પૂજન કરી ગણપતિ બાપ્પા મોરિયા, પુડચ્યા વર્ષી લવકર યા ના નારા સાથે ડોલ કે ટબ મા વિસર્જન કરી પરીઆવરણ નો સારો મેસેજ ગણેશ ભક્તોએ આપ્યો હતો

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા