લો કરો વાત! રાજપીપળા દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસેકરોડોના વીજબિલના ઉઘરાણા બાકી!
ગ્રાહકોના ૧૪ કરોડ રૂપિયાના લાઈટ બિલ પેમેન્ટ બાકી!
રાજપીપળા નગરપાલિકાના વોટર વર્કસના વીજ બિલના 16 કરોડ રૂપિયાના ઉઘરાણા બાકી!
બએસ એસ એન એલ પ્રોજેક્ટના પણ અંદાજે 14કરોડના વીજ બિલો બાકી!
વારંવાર નોટિસ આપવા છતાં ગ્રાહકો અને સંસ્થાઓના વીજબીલો ભરવામા ઠાગા થૈયા!
અંદાજે 50 કરોડ જેટલા બિલ્લા ઉઘરાણા બાઈક હોઈ ખોટમાં માં ચાલતી દ.ગુજરાત વીજ કંપની રાજપીપળા!
રાજપીપલા, તા,1
રાજપીપળા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરીની આર્થિક હાલત ખૂબ નાજુક બની છે. રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લાની વીજ પુરવઠો પૂરો પાડતી અને વીજળી ફોલ્ટ ને લગતી અન્ય સમસ્યાઓ હલ કરતી રાજપીપળાની દ.ગુજરાત વીજ કંપની પાસે જુદા જુદા ગ્રાહકો જુદી-જુદી સંસ્થાઓને વારંવાર નોટિસ આપવા છતાં આ વખતે વીજબિલના નાણાં સમયસર ભરતા ન હોવાથી વીજ કંપની પાસેઅંદાજે ૫૦ કરોડની વસૂલાત બાકી હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે દ.ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર એ જી પટેલે જણાવ્યું છે કે રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના વીજ ગ્રાહકો વીજ બિલના નાણાં સમયસર ભરતા નથી. અંદાજે રેસીડેન્સીયલ ગ્રાહકોના 14 કરોડના વીજ બિલ બાકી છે. એ ઉપરાંત રાજપીપળા નગરપાલિકાના વોટર વર્કસના અંદાજે 16 કરોડ જેટલું વીજ બિલના ઉઘરાણા બાકીહોવાનું જણાવ્યું છે. નગરપાલિકાના આગળના બાકી પડતા રકમ કરોડો ઉપર પહોંચી ગઇ છે. બીજી તરફ સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે કેવડિયા કોલોની ખાતેકેટલાક પ્રોજેક્ટ અમલમાં તેમના ઘણા પ્રોજેક્ટના વીજ કનેક્શન આવેલા હોવાથી તેમના વીજ બિલો ભરાતા ન હોવાથી તેમના અંદાજે ૧૪ કરોડ વીજ બિલો બાકીપડતા હોવાનું જણાવેલ છે.
આશ્ચર્યની વાત તો એ છે સરકારી સંસ્થાઓ જ કરોડોના વીજ બીલો ભરતા નથી. અને સામાન્ય જનતાના બે પાંચ હજારના વીજ બિલો બાકી હોય તેમના કનેકશનો કાપી નાખવામાં આવે છે. જ્યારે સરકારી સંસ્થાના કરોડોના વીજબીલો બાકી હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી કેમ થતી નથી? એ સવાલ આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે.જોકે આ અંગે કાર્યપાલક ઇજનેર પટેલે જણાવ્યું હતું અમે અંગે એવી સંસ્થાને વીજ બિલ ભરવા અંગે વારંવાર નોટિશો પાઠવી છે. પણ આ લોકો વીજબીલ ભરતા નથી. આમ આજની તારીખે દ.ગુજરાત વીજ કંપની પાસે અંદાજે 50 કરોડ વીજ બીલો બાકી પડે છે. ત્યારે જનતા અને સંસ્થાના અધિકારીઓ પોતાની પવિત્ર ફરજ સમજીને વીજ વપરાશ કરતા હોય તો સમયસર વીજ બિલના નાણાં અવશ્ય ભરે એ એમની પવિત્ર ફરજ છે.
આ અંગે લોકોમાં જાગૃતિ આવેઅને લોકો સમયસર વીજ બિલ ભરે એવી અમારી અપીલ પણ છે.જો આ નાણા અમારી પાસે આવશે તો અમે પ્રજાને વધુ સારી સુવિધાના કામો પ્રજાના પ્રશ્નો હલ કરી શકીશું.
તસવીર:જ્યોતિ જગતાપ રાજપીપલા